Western Times News

Gujarati News

કોરોનાની અસરઃ ઘણા ક્ષેત્રોમાં લાખો નોકરીઓ ઉપર ખતરો

પ્રતિકાત્મક

નવી દિલ્હી,  સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી કંઈપણ ન મળવાથી નારાજ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ,રેસ્ટોરન્ટ અને હોટેલ અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરે સરકારને કહ્યું છે કે, બીજું કંઈ નહીં તો તેમને એક વર્ષના ટેક્સના હોલિડે અને સોફ્ટ લોનની સુવિધા મળવી જાઈએ. એવું ન થવા પર આ સેક્ટરો પર મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે. તેનાથી કોવિડ-૧૯ અને લોકડાઉનના માહોલમાં દેશમાં બેરોજગારીમાં વધારો થઈ શકે છે. આ ત્રણેય સેક્ટરોના દિગ્ગજાએ સકારને કહ્યું છે કે તેણે રાહત પેકેજની જે જાહેરાતો કરી છે, તેમાં તેમના માટે કંઈ નથી. તેમનું કહેવું છે કે, ઘણા બિઝનેસ લોકડાઉન ૪.૦માં પણ નથી ખૂલી શક્યા. ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ છે. રેસ્ટારેન્ટને માત્ર હોમ ડિલિવરીની છૂટ મળી છે.

મલ્ટીપ્લેક્સ, સિનેમા હોલ ખોલવાની મંજૂરી નથી. સલુન, વેલનેસ સેન્ટર બંધ પડ્યા છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓનું કામકાજ ઠપ પડ્યું છે. એવામાં કામ બંધ થવાથી મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઈÂન્ડયાના પ્રેસિડન્ટ જ્યોતિ માયલનું કહેવું છે કે, હાલમાં ટુર અને ટ્રાવેલ્સ સાથે સંલગ્ન કંપનીઓની હાલત ઘણી ખરાબ છે. સરકારે થોડી તો રાહત આપવી જાઈએ. બીજી તરફ, કન્ફેડરેશન ઓફ ઇÂન્ડયન ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે, રાહત પેકેજ ન મળ્યું તો માત્ર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરમાંથી જ લાખો લોકો બેરોજગાર થઈ શકે છે.

સીઆઈઆઈના રિપોર્ટ મુજબ, કોવિડ-૧૯ સંકટનો સૌથી ઘાતક હુમલો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડ્રસ્ટી પર પડી. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની સાઈઝ ૧૮ લાખ કરોડ રૂપિયાની છે. કોરોના પહેલા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરમાં ૫.૫ કરોડ કર્મચારી હતા. કોરોના સંકટને પગલે આ ઈન્ડસ્ટ્રીમાં કરોડો લોકોની નોકરીઓ જઈ શકે છે. એ જ રીતે દેશમાં રેસ્ટોરન્ટ સેક્ટરની સાઈઝ ૪.૨ લાખ કરોડ રૂપિયાની છે. કોરોના પહેલા આ સેક્ટરમાં ૭૩ લાખ કર્મચારી હતા, જેમાંથી ૨૦ લાખ નોકરીઓ જવાનો અંદાજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.