Western Times News

Gujarati News

રમતા-રમતા બાળક ભરબપોરે ગાડીમાં પૂરાયો, ગૂંગળાઈ જવાથી થયું કરુણ મોત

ભિલોડા તાલુકાના બુઢેલી ગામે એક આઘાતજનક ઘટના બની હતી જેમાં પંચાલ પરિવારનું બે વર્ષીય બાળક રમતા-રમતા ઘર આગળ પડેલી કારમાં પુરાઈ જતા ગૂંગળાઈ જવાથી મોતને ભેટતા પંચાલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું પરિવારજનો સામે કૌટુંબિક ભાઈના ઘરે બેસવા ગયો હતો પરત આવતા ઘરમાં રહેલ ૨ વર્ષીય બાળક જોવા ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી બાળક કારમાં બેભાન હાલતમાં જોવા મળતા જ માતા-પિતાના હોશકોશ ઉડી ગયા હતા ૨ વર્ષીય પુત્રને તાબડતોડ બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કરતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું ૨ વર્ષીય બાળકનું કારમાં ગૂંગળાઈ જવાથી મોત નિપજતા પંથકમાં શોકની લાગણી છવાઈ હતી
ભિલોડાના બુઢેલી ગામે રહેતા અને સુથારીકામ કરી જીવન નિર્વાહ ચલાવતા પ્રકાશભાઈ પંચાલનો ૨ વર્ષીય વેદ નામનો પુત્ર બુધવારે બપોરે ઘર બહાર રમતા રમતા ઘર આગળ પડેલી અલ્ટો કારમાં જતો રહ્યો હતો કારનો દરવાજો બંધ થઇ જતા દરવાજો કઈ રીતે ખોલવો તેની ખબર ન પડતાં તે ગાડીની અંદર જ પૂરાઈ ગયો હતો, અને કોઈ તેને મદદ કરે તે પહેલા જ બપોરની આકરી ગરમીમાં ગૂંગળાઈ જવાના કારણે તેનું કરુણ મોત થયું હતું.
ઘર આગળ રમતો વેદ ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથધરાતા વેદ કારમાંથી બેભાન હાલતમાં મળી આવતા વેદને  કારમાંથી બહાર કાઢી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તેને તપાસીને ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એકના એક ૨ વર્ષીય પુત્ર વેદના મોતથી તેના માતા-પિતા પર આફતનો પહાડ તૂટી પડ્યો હતો વ્હાલસોયા દીકરાનું મોત થતા ભારે આક્રંદ કરી મૂક્યું હતું બે વર્ષીય બાળકનું કારમાં ગૂંગળાઈ જવાથી મોત નિપજતા સમગ્ર પંથક અને પંચાલ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.