લોકડાઉન હોવા છતાં પશ્ચિમ રેલ્વેએ 274 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 41 હજાર ટન આવશ્યક સામગ્રી નુ પરિવહન
પશ્ચિમ રેલ્વે માટે આ એક ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ છે કે આવા મુશ્કેલ સમયમાં, જ્યારે દેશભરમાં COVID-19 ને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પશ્ચિમ રેલ્વેએ તેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ફરી એકવાર સાબિત થયું છે કે હંમેશા ની જેમ તેના શ્રેષ્ઠ પ્રયત્નોથી, પશ્ચિમ રેલ્વે તેની ખાસ મિલ્ક રેક્સ અને વિશેષ પાર્સલ ટ્રેનો દ્વારા દેશભરમાં દૂધ, દૂધની બનાવટો, અનાજ, આવશ્યક દવાઓ, તબીબી ઉપકરણો વગેરેની આવશ્યક ચીજવસ્તુઓનું સતત પરિવહન સુનિશ્ચિત કરી રહ્યું છે.
નોંધનીય છે કે લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા ખાસ ટ્રેનો દ્વારા 41 હજાર ટન થી વધુ વજનના આવશ્યક સામગ્રીના 274 પાર્સલ ટ્રેન નુ પરિવહન કરવામાં આવ્યું છે, જેનાથી રૂ. 12.43 કરોડની આવક થઈ હતી. કોવિડ 19 રોગચાળાને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવા છતાં, મજૂર અને પરિવહનના તમામ મુશ્કેલ પડકારોને હરાવી નાણાંકીય વર્ષ 2020-21માં પશ્ચિમ રેલ્વે દ્વારા કન્ટેનર અને ગેર કન્ટેનર લોડિંગ હેઠળ 4230 રેક ચલાવવામાં આવ્યા હતા. છે, જેના પરિણામે લગભગ 952 કરોડની આવક થઈ છે.