મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ૧૦૯૬ કિલો અખાધ સ્વીટ & ફરસાણનો નાશ કરવામાં આવ્યો

વિવિધ સ્વીટ & ફરસાણની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું
વિશ્વભરમાં કોરોના વાઇરસને કાળો કેર વર્તાવ્યો છે લોકડાઉન-૪ દરમ્યાન અમુક છૂટ સાથે ધંધા રોજગાર પુન: ધમધમતા થઇ રહયા છે વેપારીઓ અને પ્રજાજનોમાં એકદંરે આનંદની લાગણી પ્રસરી રહી છે
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્ધારા ગુજરાત સરકારશ્રી ના આદેશ અનુસાર સ્વીટ & ફરસાણ દુકાનો ખોલતા નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્ધારા ખાણી-પીણી, પાન પાર્લર , પ્રોવિઝન સહિત વિવિધ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં વિવિધ પ્રકારની એકસપાયરડેટ વાળી અખાધ ચીજ વસ્તુઓ મળી આવતાં નગરપાલિકાના આરોગ્ય વિભાગના ૬ એકમો ચેકિંગ કરતા ૩ એકમો ને સ્વીટ & ફરસાણનો અખાદ્ય ૧૦૯૬ કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.