આર્ટ્સ કોમર્સ કોલેજ કપડવંજ ના એન.સી.સી. કેડેટ એ ગ્રામ્ય વિસ્તારમાં માસ્કનું વિતરણ કર્યું

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.સી.સી. કેડેટ એ પોતે માસ્ક તૈયાર કરી એક્સરસાઇઝ એન.સી.સી યોગદાન અંતર્ગત આચાર્ય શ્રી ડૉ ગોપાલ શર્મા અને એન.સી.સી ઓફિસર કેપ્ટન એ.બી.પંડ્યાની રાહબરી હેઠળ ઘડિયા આંત્રોલી વઘાસ પથોડા અને અંતિસર ગામ માં માસ્કનું વિતરણ કામ કરવામાં આવ્યું
સદર પ્રવૃત્તિમાં માનસી પટેલ અને દામિની બારોટ એ ઘડિયા માં રાહુલ વણકરે પથોડા માં અને સાહિલ મિર્ઝા એ અંતિસર ગામ માં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા અંગે અને કોરોનાવાયરસ થી બચવા અંગે જાગૃતિનું કામ કર્યું છે આંત્રોલી ના સરપંચ શ્રી પ્રતાપભાઈ રાઠોડ એ આ કાર્ય માટે આંત્રોલી ગામમાં કેડેટ ની સાથે રહીને સહયોગ આપ્યો હતો
યુવાનોની આ કામગીરી લોકોએ બિરદાવી હતી હાલમાં ૫૦૦ જેટલા માસ્કનું વિતરણ કર્યું છે અને હજુ આ કામગીરી જુદા જુદા ગામમાં ચાલુ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ માસ્ક વિદ્યાર્થીઓ જાતે બનાવીને વિતરણ કરે છે ૨૮ ગુજરાત બટાલીયન એન.સી.સી. નડિયાદના કમાન્ડિંગ ઓફિસર કર્નલ એન.એસ સિદ્ધુ એ આ અંગે માર્ગદર્શન પૂરૂ પાડી એન.સી.સી. ના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. (તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)