મોદીકેર લિમિટેડે કોવિડ-19 મહામારી વચ્ચે સમુદાયો માટે મદદનો હાથ લંબાવ્યો
● મોદી એન્ટરપ્રાઈઝીસનો હિસ્સો મોદીકેરે વડોદરામાં ડ્રાય ફૂડ રિલીફ પેકેજીસ વહેંચ્યાં.
વડોદરા, મોદી એન્ટરપ્રાઈઝીસનો આંતરિક હિસ્સો સમાજને કશુંક પાછું આપવાનો છે. બ્રાન્ડની કટિબદ્ધાની રેખામાં મોદી એન્ટરપ્રાઈઝીસે શ્રમિકો અને રોજની આવક પર નભતા શ્રમિકોને 35,000 ડ્રાય ફૂડ રિલીફ બેગ વહેંચી હતી. તેમાં યોગદાન આપતાં મોદીકેર લિમિટેડ સમુદાયને મદદરૂપ થવા માટે ડ્રાય ફૂડ રિલીફ બેગ વહેંચી રહી છે, ડાયરેક્ટ સેલિંગ બ્રાન્ડે આ અઠવાડિયે વડોદરામાં આવી 500 બેગનું વિતરણ કર્યું છે. શ્રી બી.જી. ચેતરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર- માંજલપુર, વડોદરા અને શ્રી બી.એસ. શેલના, પોલીસ સબ ઇન્સ્પેક્ટર – માંજલપુર, વડોદરા, મોદીકેર સલાહકાર સાથેના એક વિતરણમાં હાજર હતા..
આ પહેલ વિશે બોલતાં મોદીકેર લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સમીર મોદીએ જણાવ્યું હતું કે આ વૈશ્વિક મહામારીએ આધુનિક દિવસની દુનિયાને હચમચાવી નાખી છે. લગભગ બધા જ રાષ્ટ્રો આ વ્યાપક ફેલાયેલી મહામારી સામે લડી રહ્યા છે, પરંતુ ઘરમાં સંઘર્ષ શરૂ થયો છે અને દરેક નાગરિકે જવાબદારીથી વર્તવું જોઈએ. આ કટોકટીના સમયમાં મુશ્કેલીઓ અને સંઘર્ષ કરતા હોય તેમના પરિવારને મૂળભૂત ચીજવસ્તુઓ પૂરી પાડીને મદદરૂપ થવાની આપણી જવાબદારી છે. આ દુનિયા ચાલતી રહે તેવાં મૂલ્યો વિશે આપણે વિચારવું જોઈએ. લગની, સહાનુભૂતિ, એકત્રિત ટેકો અને સ્થિતિસ્થાપકતા જ આપણને માનવી બનાવે છે અને બહેતર આવતીકાલની આશા છે.
તેમણે ઉમેર્યું કે દેશમાં શ્રમિકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. આપણે રાષ્ટ્રમાં આપણું યોગદાન આપવું જોઈએ અને જરૂરતમંદ હોય તેમને શક્ય તેટલી મદદ કરવી જોઈએ.
મોદીકેર માને છે કે રાષ્ટ્ર આ જીવન જંગ લડી રહ્યો છે ત્યારે આ મહામારીના સમયમાં જરૂરતમંદોને મદદ કરવી તે સમયની જરૂર છે. આ ફૂડ રિલીફ બેગ હિજરતીઓ અને શ્રમિકોને વહેંચવામાં આવી હતી, જેમાં ચોખા, કઠોળ, ખાંડ, તેલ અને મીઠું વગેરેનો સમાવેશ થતો હતો, જે 3-4 દિવસ સુધી પાંચ જણના પરિવારને ખોરાકનો પુરવઠો કરવા માટે પૂરતું છે.
મોદીકેરે આ પહેલનો પહેલો ભાગ 12 મે 2020ના રોજ દિલ્હીના અસરગ્રસ્ત કોમ્યુનિટીમાં ખાદ્ય રાહતની બેગ વિતરણ કરીને શરૂ કર્યો હતો.. બ્રાન્ડ આગામી દિવસોમાં વધુ શહેરો અને રાજ્યોને મદદરૂપ થવાનું લક્ષ્ય ધરાવે છે.