પાલડીમાં પતિ-સાસુનાં ત્રાસથી મહિલાએ જીવન ટુંકાવ્યું
બે દિવસમાં ત્રણ મહિલાઓનાં આપઘાતનાં બનાવ
અમદાવાદ, હજુ બે દિવસ અગાઉ જ શહેરના વસ્ત્રાપુર તથા જાેધપુર વિસ્તારોમાં બે મહિલાઓએ આપઘાત કરવાની ઘટના બી હતી. આ બન્ને ઘટનાઓની તપાસ ચાલુ છે અને મૃતકે શા કારણે જીવન ટુંકાવ્યું એ જાણવા નથી મળ્યું. ત્યારે પાલડી વિસ્તારમાં વધુ એક મહિલાએ પોતાનું જીવન ટુંકાવ્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. પરણીતાના ભાઈએ બનેવી તથા બહેનનાં સાસુ વિરૂધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેણાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે ચાર ભાઈ-બહેનમાં સૌથી નાના નિકીતાબેન (ર૭) નાં લગ્ન દસેક વર્ષ અગાઉ પાલડી, હીરાબાગ ક્રોસીંગ ખાતે સુખીપુરાના છાપરામાં રહેતા દિપકભાઈ પુંજાભાઈ બથવાર સાથે થયા હતા. આશરે પાંચ વર્ષ અગાઉથી દિપકભાઈ અને તેમનાં માતા ધનીબેન બન્નેએ નિકીતાબેનને ઘરકામ તેમજ રસોઈ બાબતે વારંવાર ટોકીને શારીરિક-માનસિક રીતે પરેશાન કરવાનું શરૂ કર્યુ હતું. આ અંગે નીકિતાબેને પોતાનાં ભાઈ તથા માતા-પિતાને જણાવ્યું હતું. જા કે દિકરીનો સંસાર ન બગડે તેથી માતા-પિતા તેને સમજાવીને પરત મોકલતાં હતા. તેમ છતાં પતિનો ત્રાસ ચાલુ રહ્યો હતો અને સાસુ પર દિકરાનો પક્ષ લઈ નિકીતાબેનને હેરાન કરતા હતા.
આ દરમિયાન બુધવારે બપોરે નિકીતાબેને તેમના ભાઈ ભાવેશભાઈ દાનાભાઈ સોલંકી (માણેકલાલની ચાલી, બહેરામપુરા)ને ફોન કર્યો હતો. જા કે ભાવેશભાઈ મોટર સાયકલ ચલાવતાં હોઈ ફોન ઉપાડ્યો નહોતો. રાત્રે આઠ વાગ્યે ભાવેશભાઈ ઉપરતેમનાં ભાણેજ અનંતનો ફોન આવ્યો હતો. ફોનમાં અનંત અને તેની બહેન રડતા હતા. ઉપરાંત ઝઘડાનો અવાજ આવતો હોઈ ભાવેશભાઈ પોતાના પરિવાર સાથે બહેનનાં ઘરે પહોંચ્યા હતા. જ્યાં ખૂબ જ ભીડ હોઈ અજુગતું બન્યાનો અહેસાસ થયો હતો.
આ અંગે પૂછતા નિકીતાબેનના જેઠ ભરતભાઈએ નિકીતાબેને ગળે ફાંસો ખાધો હોવાથી તમામ લોકો એમને લઈ એસવીપી હોસ્પિટલ લઈ ગયાનું જણાવ્યું હતું. જેથી ભાવેશભાઈ તાબડતોબ એસવીપી હોÂસ્પટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નિકીતાબેન મૃત્યુ પામ્યા હોવાનુ જાહેર કર્યુ હતું. દરમિયાન પાલડી પોલીસ પણ એસવીપી હોÂસ્પટલ ખાતે પહોંચી હતી અને ભાવેશભાઈની ફરિયાદ લઈને દિપકભાઈ તથા તેમની માતા ધનીબેન સામે આણઘાતન દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.