અમદાવાદ-સુરતનો લશ્કરને સોંપવાનો મેસેજ કરનાર જબ્બે
અમદાવાદઃ ૩૧મી મે ના રોજ લાકડાઉન ૪ પૂર્ણ થાય તે પહેલા સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ ફરતા થયા હતા. જે મેસેજમાં હજુ કડક અમલવારી થશે તેવું દર્શાવતી તો કેટલાક મેસેજમાં છૂટછાટ મળે તેવી પોસ્ટ સોશ્યિસલ મીડિયા પર વહેતી થઈ હતી. લોકો ચિંતામાં ન મુકાય તે માટે પોલીસે એક જાહેરાત પણ કરી હતી કે આવી કોઈ જાહેરાત હજુ થઈ નથી અને આવી અફવા ફેલાવનાર સામે ગુનો નોંધાશે. સાયબર ક્રાઇમે આવો પહેલો ગુનો નોંધ્યો પણ છે. જેમાં કોઈ વ્યક્તિએ સોશ્યિલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવા માટે , ‘અબ સીટી આર્મી કો સોંપને જા રહે હે, કૃપયા સબ કુછ ઘરમેં સ્ટોક કર લો’ તેવી પોસ્ટ કરી હતી. કોરોના મહામારી ને લઈને જાતભાતની વાતો સોશિયલ મીડિયા પર ચાલતી રહેતી હોય છે. તેમાંય લોકડાઉન ૪ પૂર્ણ થાય તે પહેલા અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી.
જેથી સાયબર ક્રાઇમ અને અમદાવાદ તથા ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની પોસ્ટ પણ મુકાઈ હતી. સાયબર ક્રાઇમની સોશ્યિલ મીડિયા મોનીટરીંગ સેલ આ બાબતે વોચ રાખી રહી હતી. તેવામાં સંપૂર્ણ અમદાવાદ અને સુરત રવિવારથી ૧૪ દિવસ માટે સૈન્ય લાકડાઉન જેવી અફવા ફેલાઈ હતી. તેવામાં ફેસબુક પર ગુલામ હુસેન કાદર નામની પ્રોફાઈલ પર હિન્દી ભાષામાં એક પોસ્ટ સાયબર ક્રાઇમની ટીમના ધ્યાને આવી હતી.
જેમાં અભી પ્રાપ્ત જાનકારી મથાળા હેઠળ “સંપૂર્ણ અમદાવાદ ઔર સુરત રવિવાર સે ૧૪ દીનો કે લિયે સૈન્ય લાકડાઉન કે તહત હોને કી સંભાવના હે, ઇસ લિયે કૃપયા સબ કુછ સ્ટોક કરે, સબ્જી અનાજ કિરાના…સીટી આર્મી કો સોંપને જા રહે હે, હો સકતા હે કિ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ જારી કરે. કેવલ દૂધ ઔર દવાઈ ઉપલબ્ધ હોગી. કૃપયા અપને અહમદાબાદ કે દોસ્તો કો સૂચિત કરે યદી કોઈ રહતા હે તો…ગુજરાત સરકાર કી બેઠક ચલ રહી હે ઔર કીસી ભી સમય અહમદાબાદ પૂર્ણત બંધ કી ઘોષણા કી જા સકતી હૈ” આ લખાણ ધરાવતી પોસ્ટ મળી આવી હતી.