Western Times News

Gujarati News

 રીક્ષા ચાલકોને પ્રતિમાસ રૂ. ૭ હજારની સહાય આપવા માંગ

પ્રતિકાત્મક

અમદાવાદ, કોરોનાની મહામારીમાં લોકડાઉનને લીધે અનેક લોકોના ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે. ત્યારે રાજ્યના રીક્ષા ચાલકો પણ કફોડી હાલતમા મૂકાઈ ગયા છે. એટલે સરકાર દ્વારા રીક્ષા ચાલકોને પ્રતિમાસ રૂ. ૭ હજારની સહાય આપવાની માંગ પૂર્વ મુખ્યમંત્રીએ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાના કહેરનાન કારણે રાજ્યભરમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે. લોકડાઉનના કારણે વેપારધંધા ઠપ્પ છે રોજનું કમાતા અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. તેમાંથી રાજ્યના રીક્ષાચાલકો પણ બાકાત નથી. તાજેતરમાં ગુજરાત રીક્ષા એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. એ રજૂઆતોના પગલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે અને રિક્ષાચાલકોને લોકડાઉનના સમય દરમિયાન પ્રતિ માસ ૭ હજારની રોકડ સહાય કરવામાં આવે, તેમની સમસ્યાઓને ઉકેલવામાં આવે તેવી રજૂઆત કરી છે.

શંકરસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યું છે કે, લોકડાઉનના કારણે રિક્ષાચાલકોનો ધંધો ઠપ છે અને કોરોનાના ભયના કારણે આગામી બેચાર મહિના તેમને રોજગાર ધંધો મળવો મુશ્કેલ છે. તેવામાં ગુજરાત સરકારે સામે ચાલીને સમગ્ર ગુજરાતમાં રીક્ષા ચાલકનું લાઈસન્સ ધરાવનાર રીક્ષા ચાલકોને આર્થિક સંકટની Âસ્થતિમાંથી પુનઃ બેઠા કરવા મદદરૂપ થઈ શકાય તે હેતુથી પ્રતિ માસ ૭ હજારની રોકડ સહાય ઉપરાંત આ પરિવારોના વિજળી બીલ કે પાણીના બીલો બેત્રણ માસ માટે માફ કરવા પણ જાહેરાત કરીને તેનો સત્વરે અમલ કરાવવો જાઈએ.

સરકાર દ્વારા રાજ્યના નાના વ્યવસાયકારો, નાના દુકાનદારો, ફેરિયાઓ અને રિક્ષાચાલક સહિતના વ્યÂક્તગત નાનો ધંધો રોજગાર કરતા અને અન્ય કારીગરોને આર્થિક હાલાકીમાંથી પુનઃ બેઠા કરવા ‘આત્મનિર્ભર’ સહાય યોજના જાહેર કરી છે. જેનં સુનિયોજીત અમલીકરણ થાય તે માટે ગુજરાતનું સંપર્ક અને મોનિટરિંગનું માળખું બનાવાય તે જાવા અને સહાય માટેની અરજી ફોર્મ સરળતાથી મળી રહે તે જરૂરી છે. આ માટે અરજી કરનાર વ્યÂક્તઓને ૩ વર્ષ માટે ૧ લાખ સુધીની લોન કોઈપણ જાતની ગેરન્ટી વગર અને વ્યાજ વગર આપવામા આવે. લોનના પ્રથમ ૬ મહિના સુધીસ્ કોઈ હપ્તો પણ વસૂલવામાં ન આવે. નાના ધંધો વ્યવસાય કરનાર, રિક્ષાચાલક વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવે તેવી વિનંતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.