લુડો રમવા બાબતે થયેલા ઝઘડો લોહિયાળ બન્યો
લૂડો રમતા યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો – ૨૨ વર્ષના ભૂષણને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો
સુરત, કોરોના વાઈરસને લઈને લોકડાઉન ચાલી રહેલ હોવાને લઈને યુવાનો એકત્ર થઈને સમય પસાર કરવા માટે મોબાઈલ પર લૂડો ગેમ રમતા હોય છે. ત્યારે આ ગેમને લઈને થયેલ ઝઘડાની અદાવત રાખીને એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જાકે આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાન સારવાર માત્ર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો . કોરોના વાઈરસ લઈને એક બાજુ લોકડાઉન ચાલી રહેલ હોવાને લઈને લોકો પોતાના ઘરમાં કેદ હતા. જાકે આ વચ્ચે યુવાનો એકત્ર થઈને ભેગા થઈને લોકડાઉન વચ્ચે પોતાનો સમય પસાર કરવા માટે મોબાઈલ ફોનમાં લૂડો નામની ગેમ રમતા હોય છે જેમાં સુરત શહેરમાં એક લોહિયાળ જંગ થયો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મુક્તિનગરમાં રહેતા ૨૨ વર્ષીય યુવાન ભૂષણને તેના મિત્ર સાથે લુડો રમવા બાબતે થોડાં દિવસ પહેલા ઝઘડો થયેલ હતો જેને લઈને આ મિત્ર દ્વારા અદાવત રાખવાં આવી હતી. ગત રોજ ભૂષણ પોતાના ઘર પાસે બેસેલ હતો ત્યારે જૂના ઝઘડાની અદાવત રાખીને પહેલાં એક મિત્ર આવ્યો હતો બાદમા અન્ય મિત્રોને બોલાવી સમય પસાર કરવા માટે રમવામાં આવતી લુડો ગેઈમ લઈને થયેલા ઝઘડાની અદાવત રાખીને ફરી ઝગડો શરૂ કર્યો હતો
દરમિયાન આવેશમાં આવેલા મિત્રોએ ભૂષણ પર ચપ્પુ વડે હુમલો કરી તેને પગમાં ઇજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા. સ્થાનિક લોકો તાત્કાકાલિક દોડી આવીને ભૂષણને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જાકે ઈજાગ્રસ્ત ભૂષણ સારવાર બાદ તબિયત સારી હોવાની જાણકારી તબીબોએ આપી હતી. જાકે બીજી બાજુ ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર પહોંચી જઈને આ મામલે ફરિયાદ દાખલ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે .