માણસે બહુ સ્પીડ પકડી હતી, કોરોનાથી સ્લોડાઉન થયો -કથાકાર રમેશ ઓઝા

મુંબઇ, શું હવે ધાર્મિકતા અને આદ્યાત્મિકતાનું સ્વરૂપ બદલાશે? આ વિષય પર કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા સાથે ખાસ ઈ-કોન્કલેવમાં મહામંથન કરવામાં આવ્યું હતુ જેમાં કેટલી મિસરી જેવી વાતો સરી આવી હતી તે આ પ્રમાણે હતી
કથાકાર રમેશ ઓઝાએ લોકડાઉનમાં લોકોનો ધર્મ, આદ્યાત્મ અને જીવન પ્રત્યે બદલાયેલા અભિગમ વિશે વાત કરતા જણાવ્યું હતુ કે, જે ધારણ કરે તે ધર્મ. ધર્મ આપણને અને આપણે ધર્મને ધારણ કરીએ. તમે ધર્મનું રક્ષણ કરો ધર્મ તમારૂ રક્ષણ કરશે. ધર્મ એટલે ધાર્મિક ક્રિયાકાંડ જ નહીં પરંતુ તમારે એ સિવાય પણ પ્રેમ, કરૂણા, દયા આ તમામ વાતો ધર્મ સાથે જોડાએલી છે. કોરોનાના સંકટ પરથી જ્યારે આપણે અનલોક તરફ જઈ રહ્યા છીએ ત્યારે જીવન પ્રત્યે દરેક માણસનો અભિગમ બદલાયો છે.
આત્મા પરમાત્મા એક જ છે. જેનાથી સૃષ્ટીનું સંચાલન થાય છે તે પરમાત્મા છે. તેને કારણે જ સૃષ્ટીમાં ફેરફાર થાય છે. આવી એક શક્તિ છે. આવો આપણો દ્રઢ અનુભવ જ આપણને આધ્યાત્મ તરફ દોરી જાય છે. કોરનાસંકટમાં લોકડાઉન થયું માણસ એટલો બધો દોડતો થઈ ગયો હતો તેની સ્પીડ વધી ગઈ હતી તેણે સ્લોડાઉન થવાની જરૂર હતી. ૨૧મી સદીમાં સ્લોડાઉન થવું જરૂરી હતું. કોરોનાએ આપણને એ સમય આપ્યો. પૈસા માટે આપણે નથી પણ આપણા માટે પૈસા છે એ સમજવાનો મોકો મળ્યો. પર્યાવરણ, પ્રકૃતિ તરફ જોવાનો સમય મળ્યો. પહેલુ સુખ તે જાતે નર્યા. પણ માણસ પૈસા પાછળ સ્વાસ્થ્ય ભુલી જાય છે કોરોનાએ આપણને એ ઉક્તિ યાદ કરાવ્યુ.