કપડવંજ કોંગ્રેસ સમિતિ ધ્વારા આતરસુંબા ગામે માસ્ક તથા સેનેટાઇઝરની બોટલો આપવામાં આવી

કપડવંજ: કપડવંજ તાલુકાના આતરસુંબા ગામે કુવાવાળા ફળિયાના યુવાનને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં કુવાવાળી ફળી ને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર થતાં તેમાં આશરે ૧૦ જેટલા કુટુંબોની કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબા ઝાલા કપડવંજ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ પટેલે મુલાકાત લઇ તમામ પરિવારને માસ્ક તથા સેનેટાઇઝર ની બોટલો આપવામાં આવી હતી લોકડાઉન કરેલા પરિવારને શાકભાજી તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળી રહે તે માટે વ્યવસ્થા કરવા તલાટી અને સરપંચ ને જણાવ્યું હતું કોરન્ટાઇન પરિવારને જીવન જરૂરી વસ્તુ ઓ પહોંચાડવા તેમજ રિપોર્ટ કરાવેલ ૨૦ જેટલા વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવતાં લોકડાઉન હળવું કરવા સારૂ તેમજ આતરસુંબા બજારમાં સરકારી ગાઈડલાઈન મુજબ જીવનજરૂરી વસ્તુઓ મળી રહે તે દુકાનો ખોલાવવા માટે કુવાવાળી ફળિયાના લોકો એ રજૂઆત કરી આ બાબતે પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે ખાતરી આપી હતી આતરસુંબા સરપંચ રાજેશ શર્મા રાજેશ પટેલ એમ ટી ઝાલા પ્રવિણસિંહ ઝાલા તલાટી મિતેશ પ્રજાપતિ હાજર રહ્યા હતા.