અમદાવાદના હોટસ્પોટ કોટવિસ્તારમાં માત્ર 9.21 ટકા એક્ટિવ કેસ

અમદાવાદ (દેવેન્દ્ર શાહ), રાજ્યના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોના કેસ ની સંખ્યા લગભગ સ્થિર રહી છે. જ્યારે અમદાવાદના હોટ સ્પોટ બનેલા મધ્ય ઝોન ના કોટવિસ્તાર કે જ્યાં શહેરના સૌથી વધુ કેસો હતાં ત્યાં પોઝિટિવ અને એક્ટિવ કેસ ની સંખ્યામાં અસામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
કોટ વિસ્તારમાં 3જી મે સુધી માત્ર 310 જેટલા જ એક્ટિવ દર્દીઓ છે. એક અઠવાડિયા પહેલા 1000 ઉપર કેસ મધ્યઝોનમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને કાલુપુરમાં હતા. પરંતુ લોકડાઉન ખુલતાની સાથે જ કેસો અચાનક ઘટી ગયા છે અને દર્દીઓ સાજા થઈ ગયા છે.મધ્યઝોનની જેમ અન્ય હોટસ્પોટ દક્ષિણઝોનમાં પણપોઝીટીવ અને એક્ટિવ કેસો ઘટી રહ્યા છે.જયારે ઉતરઝોન માં પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થયો હોવા છતાં એક્ટિવ કેસ માં ઘટાડો થયો છે. ચોંકાવનારી માહિતી મુજબ દક્ષિણ પશ્ચિમ ઝોન માં પોઝિટિવ અને એક્ટિવ કેસ ની ટકાવારી માં અસામાન્ય વધારો થયો છે.
અમદાવાદ શહેરમાં હવે એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 3જી મે ના રિપોર્ટ મુજબ શહેર માં માત્ર 2803 જ એક્ટિવ કેસ રહ્યા છે.છે.અમદાવાદમાં રોજ કોરોનાના 250 કરતા વધુ પોઝિટિવ કેસો બહાર આવે છે. પરંતુ સામે દર્દીઓને રજા આપવામાં આવી રહી છે. અમદાવાદમાં નોંધાયેલા 12793 કેસોમાંથી હવે માત્ર 2803 દર્દીઓ જ એક્ટિવ છે.
એક સમયે દેશ ના હાઈરિસ્ક ઝોન માનવામાં આવતા કોટવિસ્તાર માં કોરોના ના કુલ 3354 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી હાલ માત્ર 310 જ એક્ટિવ કેસ રહ્યા છે. આમ, મધ્યઝોન માં એક્ટિવ કેસની ટકાવારી માત્ર 9.42 છે. પશ્ચિમઝોન માં કુલ 1575 કેસ પૈકી 468 એક્ટિવ કેસ છે. અહીં એક્ટિવ કેસ ની ટકાવારી 29.71 ટકા છે. ઉત્તર દક્ષિણ ઝોન માં કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 468 સામે એક્ટિવ કેસ ની સંખ્યા માત્ર 122 છે.
જયારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 643 કેસ પૈકી 274 એક્ટિવ કેસ રહ્યા છે. આ ઝોનમાં 42.61 ટકા એક્ટિવ કેસ છે જે અમદાવાદમાં સૌથી વધુ છે. લોકડાઉન 4.0 બાદ ઉતરઝોન નવું હોટસ્પોટ બન્યું છે. ઉતરઝોન માં કુલ 2338 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 36.31 ટકા એટલે કે 849 એક્ટિવ કેસ રહયા છે.પૂર્વ ઝોનમાં 459 એક્ટિવ કેસ છે. જયારે દક્ષિણ ઝોનમાં 2722 પોઝિટિવ કેસ પૈકી 321 કેસ જ પોઝિટિવ રહ્યા છે. જે કુલ કેસ ના 11.79 ટકા છે. શહેરમાં કુલ 12793 કેસ પૈકી માત્ર 2803 કેસ એટલે કે 21.91 ટકા એક્ટિવ કેસ રહ્યા છે.
શહેર માં ગુરુવારે 202 તેમજ બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દી તો હોમ આઇસોલેશનમાં જ છે તાવ, ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવા લક્ષણો ધરાવતા લોકોને જ હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓને હવે ઘરે હોમ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવી રહ્યાં છે. બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.અગાઉ બે નેગેટિવ રિપોર્ટ બાદ જ રજા આપવામાં આવતી હતી. ત્યારબાદ ચાર દિવસ તાવ ના આવે તો રજા આપવાનું શરૂ કર્યું હતું. સૂત્રો નું માનીએ તો હવે જો પોઝિટિવ દર્દીને બે દિવસ તાવ નથી આવતો તેને દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે અને હોમ આઇસોલેશનમાં રહેવાની જ સલાહ આપવામા આવે છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષી ના જણાવ્યા મુજબ પોઝીટીવ દર્દીને રજા આપવાના નિયમો માં બાંધછોડ કરવી જોઈએ નહીં. ચાર કે પાંચ દિવસ માં જ રિપોર્ટ કર્યા વિના રજા આપવાથી સંક્રમણ 100 ટકા નાબૂદ થયું હોય તેમ માની શકાય નહીં. નવી ગાઈડલાઈન મુજબ રજા આપતા પહેલા એક વખત રિપોર્ટ કરવો જરૂરી છે. જો કોઈ દર્દી સ્વ ખર્ચે રિપોર્ટ કરાવવા માંગતા હોય તો તેમને પરવાનગી આપવી જોઈએ. એક્ટિવ કેસ ની સંખ્યામાં ઘટાડો કરવાની લ્હાયમાં ક્યારેક દર્દી અને તેમના સ્વજન ની જિંદગી સાથે ચેડાં ન થાય તે જોવાની જવાબદારી તંત્ર ની છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.