રાજ્યસભાની ચૂંટણી પહેલાં “હોર્સ ટ્રેડીંગ”ના આક્ષેપો – ભાજપના ત્રણ ઉમેદવારો તથા કોંગીના બે ઉમેદવારો વચ્ચે જંગ
અક્ષય પટેલ તથા જીતુભાઈ ચૌધરીએ અધ્યક્ષને રાજીનામા સુપ્રત કર્યા
(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી બે ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. બીજી તરફ પક્ષમાં બીજી વખત ભંગાણ થતાં કોંગ્રેસ હાઈકમાન્ડ પણ સ્તબ્ધ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં જાડાયા છે. ત્યારે કોંગ્રેસમાંથી બે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં હવે ધારાસભ્યોનું સંખ્યાબળ ૬૬ થઈ ગયું છે. જા કે હવે કોંગ્રેસ તેની બે બેઠકો પર જીત કઈ રીતે મેળવશે તે અંગે આંકડાકીય ગણિતના મંડાણ શરૂ થઈ ગયા છે.
કારણ કે રાજયસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે જે આંકડાકીય ગણતરીને નિષ્ણાતો મૂકી રહ્યાં છે તે મુજબ કોંગીના બે ઉમેદવારોને જીતવા માટે ૭૦ મતની જરૂર છે. પરંતુ બે ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતાં કોંગી ધારાસભ્યોનું સંખ્યાબળ ૬૬ પર પહોંચ્યું છે. કોંગ્રેસના એક ઉમેદવારને જીત મેળવવામાં મુશ્કેલી પડશે નહીં, પરંતુ બીજા ઉમેદવારને જીત મેળવવી કપરૂ કામ સાબિત થશે. આમ તો રાજકીય નિષ્ંણાંતો બીજા ઉમેદવારની હાર નિશ્ચિત માની રહ્યાં છે. તેમ છતાં એન.સી.પી.ના એક ઉમેદવાર, બી.ટી.પી.ના બે ઉમેદવાર તથા અન્ય એક ઉમેદવારનો મત કોને મળે છે તે અંગે હજુ સસ્પેન્સની Âસ્થતિ છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસ-ભાજપ બન્ને પક્ષો આ મતો અંકે કરવા ભરપૂર પ્રયાસ કરશે.
રાજ્યસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તેમના રાજીનામા વિધાનસભાના અધ્યક્ષ ને સુપ્રત કર્યા હતા. આ અંગે જણાવતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતું કે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ રૂબરૂ આવીને રાજીનામા આપ્યા હતા. તેઓએ સ્વેચ્છાએ રાજીનામા આપ્ય હતા.
તેમના ચહેરા પર માસ્ક હતા તે કઢાવીને તેમની ઓળખ કરવામાં આવી હતી અને તેમની સહીની પણ ખરાઈ કરાઈ હતી.
કોંગ્રેસના બે ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપતા ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયોહતો. પક્ષની અંદર રાજકીય ભૂકંપની Âસ્થતિનું નિર્માણ થતા મોવડીમંડળે પણ વિગતો મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાંચ ધારાસભ્યોઅ રાજીનામા આપ્યા હતા. ત્યાર પછી વધુ બે ધારાસભ્યોએ ગઈકાલે રાજીનામા ધરી દેતા પ્રદેશ નેતાઓના પગ તળેથી ધરતી ખસી ગઈ હોય તેવી Âસ્થતિનું નિર્માણ થયું હતું. સ્વાભાવિક છે કે. પ્રદેશ નેતાગીરીએ આ પ્રકારની કોઈ કલ્પના કરી નહીં હોય. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા આક્ષેપો-પ્રતિઆક્ષેપોની રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોને લોભ-લાલચ આપીને તોડવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા ઉમેર્યુ છે કે ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યાં છે તો સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે પણ ધારાસભ્યોને લોભ-લાલચ આપીને તોડવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. આમ કોંગ્રેસના આગેવાનો તરફથી ભાજપ પર સીધા-આડકતરા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા હવે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષનું સંખ્યાબળ ૬૬ થયું છે જ્યારે ભાજપનું સંખ્યાબળ ૧૦૩, બી.ટી.પી.-ર, એન.સી.પી.ે-૧, અને અન્ય-૧નો સમાવેશ થાય છે. ભાજપે રાજ્ય સભાની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ઉતાર્યા છે જેમાં ત્રીજા ઉમેદવાર તરીકે કદાવર નેતા નરહરિ અમીનને મેદાનમાં ઉતારતા રાજ્યસભાની ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના આગેવાનો ત્રણેય બેઠકો પર જીતના દાવા કરી રહ્યાં છે.
તો કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા પ્રવાહી Âસ્થતિનું નિર્માણ થયું છે. દરમિયાનમાં કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રથમ પ્રેફરન્સ મત શÂક્તસિંહ ગોહિલને આપવા તથા બીજા પ્રેફરન્સ મત ભરતસિંહ સોલંકીને આપવા જણાવ્યું હોવાની વાત મિડિયાના અહેવાલોમાં ચાલી રહી છે.જા આમ થશે તો બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકીને જીત મેળવવા મોટો પડકાર ઉભો થશે. કોંગ્રેસના આગેવાનો પણ બન્ને બેઠકો પર જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યાં છે.