Western Times News

Gujarati News

યુવકે નિવૃત્ત ડીવાયએસપીને ફોન કરી અપહરણકર્તાને પકડાવ્યો

અમદાવાદ, ઉછીના લીધેલા રૂ. ૩ લાખની ઉઘરાણી માટે લેણદારે યુવકને ગાડીમાં બેસાડીને પ્રહ્લાદનગર ગાર્ડનથી દૂધેશ્વર ઔડાના મકાનમાં લઈ ગયો હતો. જ્યાં લેણદારે યુવકને ગોંધી રાખી પૈસા કે બાંહેધરી નહીં આપે ત્યાં સુધી તેને નહીં છોડવાની ધમકી આપી હતી. જા કે યુવકે પૈસા મંગાવવાના બહાને મિત્ર એવા નિવૃત્ત ડીવાયએસપીને ફોન કર્યો હતો. જેના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી અને અપÌત યુવાનને હેમખેમ છોડાવી લઈ અપહરણકર્તાને ઝડપી લીધો હતો.

વટવાની સ્મૃતિ દર્શન સોસાયટીમાં રહેતો મિતેશ ભાવસારના મિત્ર શેખરભાઈએ ઈશ્વરભાઈ વાઘેલા સાથે તેમની મુલાકાત કરાવી હતી. ૬ મહિના પહેલા મિતેશને પૈસાની જરૂર હોવાથી તેણે ઈશ્વરભાઈ પાસેથી રૂ. ૩ લાખ ઉછીના લીધા હતા.
દરમિયાનમાં મંગળવારે બપોરે શેખરભાઈએ મિતેશને ફોન કરીને પ્રહ્લાદનર ગાર્ડન પાસેની રમાડા હોટલ પાસે મળવા બોલાવ્યો હતો. જેથી મિતેશ ત્યાં આવ્યો ત્યારે ત્યાં શેખરભાઈ અને ઈશ્વરભાઈ બન્ને હાજર હતા.

જ્યાં ઈશ્વરભાઈએ મિતેશ પાસે પૈસા માંગ્યા હતા. જા કે મિતેશ પાસે પૈસા નહીં હોવાથી તેણે કહ્યું હતું કે અત્યારે મારી પાસે પૈસા નથી, જેથી ઈશ્જરભાઈ મિતેશને ગાડીમાં બેસાડીને દૂધેશ્વર ઔડાના મકાનમાં લઈ ગયા હતા. ત્યાં બ્લોકના પગથીયા પાસે બેસાડી કહ્યું હતું કે જ્યાં સુધી પૈસા કે બાંહેધરી નહીં આપે ત્યાં સુધી તને અહીંથી જવા નહીં દઉ. તારા સગા સંબંધી, મિત્ર કે ગમે તેને ફોન કરીને બોલાવીને પૈસા આપ. તેમ કહેતા મિતેશે તેના મિત્ર એવા નિવૃત્ત ડીવાયએસપી આર.કે. પટેલને ફોન કર્યો હતો. પરિÂસ્થતિ પામી ગયેલા આર.કે. પટેલે તાત્કાલીક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ ત્યાં પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.