ઓસ્ટ્રેલિયા સાથે ડિફેન્સ અને ટેક્નોલોજી સહિત ૭ નવા કરાર

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન વચ્ચે ગુરુવારે યોજાયેલી વર્ચુઅલ સમિટમાં રક્ષા અને ટેક્નોલોજી સહિત ૭ કરાર થયા હતા અને બે જાહેરાત કરાઈ હતી. મોદીએ કહ્યું કે, બન્ને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. મોરિસને પણ કહ્યું કે, એવું જ થશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૭ સમજૂતી કરવામાં આવી હતી જયારે ૨ જાહેરાતો કરવામાં આવી હતી
તેમાં બંને દેશો વચ્ચે સ્ટ્રેટજીક પાર્ટનરશીપ સંયુક્ત નિવેદન (જાહેરાત),ઈન્ડો-પેસિફિકમાં મેરીટાઈમ (દરિયાઈ) સહયોગ પર સંયુક્ત નિવેદન (જાહેરાત), સાઈબર અને સાઈબર અનેબલ્ડ ક્રિટિકલ ટેક્નોલોજી સહયોગ સમજૂતી,માઈનિંગ, ક્રિટિકલ મિનરલ્સની પ્રોસેસિંગના ફિલ્ડમાં સહયોગ કરાર,મ્યૂચલ લોજિસ્ટિક સપોર્ટની વ્યવસ્થા સંબંધિત દસ્તાવેજ સાઈન,ડિફેન્સ સાયન્સ અને ટેક્નોલોજીમાં સહયોગ માટે દસ્તાવેજ સાઈન,પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગર્વનન્સ રિફોર્મ ક્ષેત્રે સહયોગ માટે સમજૂતી, વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગમાં સહયોગ માટે કરાર,વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટે સમજૂતી છે આ સમિટ દરમિયાન બન્ને નેતાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવાને લઈને વાતચીત કરી હતી.
જેમા પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વખાણ કરતા કહ્યું કે તમે જે રીતે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓનું કોરોના મહામારી વચ્ચે ધ્યાન રાખ્યું તેના માટે હું આભારી છું. સામે પક્ષે ઓસ્ટ્રેલિયાના ઁસ્ મોરિસને કહ્યું કે આપણે રૂબરૂ મળીશું તો ગળે જરૂર મળીશું અને ગુજરાતી ખીચડીનો સ્વાદ માણીશું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમારા નાગરિકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકશાહી દેશ હોવાના કારણે આપણી ફરજ છે કે આપણે આ અપેક્ષાઓને પૂરી કરીએ. આજે જ્યારે અલગ-અલગ રીતે લોકશાહીના મૂલ્યોને નબળા બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આપણે અરસ-પરસના સંબંધો વધારીને તેને મજબૂત કરી શકીએ તેમ છીએ.
બન્ને દેશો વચ્ચે સતત ઉચ્ચ કક્ષાની વાતચીત થઈ રહી છે. એ નહીં કહું કે હું અરસ-પરસના સંબંધોની વિકાસની ગિતીથી હું સંતુષ્ટ છું. જો અમારી સાથેનો લીડર મિત્ર રાષ્ટ્રની આગેવાની કરી રહ્યો હોય તો આપણા સંબંધોના વિકાસની ગતિ ઝડપી બનવી જોઈએ. વિશ્વને કોરોના મહામારીમાંથી નિકળવા માટે એક કોર્ડિનેટિવ એપ્રોચની જરૂર છે. ભારતે આને અવરસ માન્યો છે. મોટા પાયે રિફોર્મની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થોડા સમયમાં જ તેના પરીણામો દેખાશે. આવા સમયે તમે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખ્યું તે માટે હું આભારી છું.