ગ્રાહકોને ગુણવતા સાથે વીજળી આપવા યુનિટ નહીં વોલ્ટેજ આધારીત બિલીંગ

હાલની પ૦-૬૦ કેટેગરીના ગ્રાહકોની સંખ્યા ઘટાડીને ૬ કેટેગરી થશે
(એજન્સી) નવીદિલ્હી, દેશમાં અત્યંત ખરાબ આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રકચર હાલતમાં રહેલા વીજ ક્ષેત્રમાં સુધારા માટે તથા ર૪ બાય ૭ વીજ પુરવઠો પુરતા પ્રમાણમાં વોલ્ટેજ સાથે ઉપલબ્ધ બતાવતા નથી. ગ્રાહકલક્ષી વીજ ટેરીફ રીફોર્મ પોલીસી આવી રહી છે. તેમાં હાલ દેશમાં કૃષિ, ઉદ્યોગ, ઘરેલું વપરાશ વિગેરેના વીજ જાડાણમાં જે રાજ્યોની અલગ અલગ પ૦-૬૦ કેટેગરીના વીજ દર મોજુદ છે તેના બદલે ફ્કત છ કેટેગરીમાં જે ગ્રાહકોને સમાવીને પુરતી ગુણવતાનો વીજ પુરવઠો સતત મળે તેના માટે હાલ યુનિટ મુજબ બિલીંગના બદલે વોલ્ટેજ આધારીત બીલીંગ કરવા માટેની જે વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. સરકાર પ્રથમ તો વીજ ચોરીને ડામવા પ્રિ-પેઈડ વીજ મીટરમાં હવે દાખલ કરવાનું શરૂ કરી જ દીધું છે.
આ ઉપરાંત હાલ દેશમાં ઘરેલું વીજ દર વિશ્વમાં અત્યંત નીચો છે. સરકાર તેમાં અનેક પ્રકારના સ્ટેજ મુજબ વીજદર અને સબસીડી આપે છે. તો ઉદ્યોગના વીજદર વિશ્વમાં સૌથી ઉંચા દરમાં સામેલ છે. સરકાર કૃષિમાં મફત વીજળીથી લઈને ચોક્કસ લોડ સુધી ચોક્કસ દર એવા પણ વીજદર ઓફર કરે છે. પ ણ હવે તમામ ગ્રાહકોને સતત પુરતા વોલ્ટેજ સાથે વીજપુરવઠો આવે છે. વીજ કંપનીઓ અને ગ્રાહક બંન્ને માટે સરળ Âસ્થતિ બતાવવા માંગે છે. જેમાં વીજ સેવાની ગુણવતાના માપદંડ હશે. કૃષિ કે અન્ય ક્ષેત્રમાં હવે સબસીડીમાં પણ ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર યોજના આવશે અને ક્રોસ સબસીડીનો અંત આવશે. જેથી સબસીડી ગોલમાલ અટકી જશે.
ગ્રાહકોને તેને જ વોલ્ટેજનો વપરાશ કરે એની આધારીત વીજબીલનું મિકેનિઝમ ઘડી કઢાયુ છે જે ટૂક સમયમાં જારી કરાશે. હાલમાં જ જે આર્થિક પેકેજ જાહેર થયુ તેમાં વીજ કંપનીઓને તેના બાકીના બીલીંગમાં રૂ.૯૦,૦૦૦ કરોડ અપાય છે. પણ વીજ નિષ્ણાંતોનું માનવું છે કે આ પેકેજ હાલ દેશમાં વીજ કંપનીઓની જે હાલત છે. વીજ ચોરી, લાઈનલોસ, સબસીડી તથા વીજબીલ માફી જેવી Âસ્થતિથી વીજ કંપનીઓની આર્થિક હાલ અત્યંત ખરાબ છે. તેમાં આ ગ્રાહકલક્ષી મૂળભૂત સુધારા જ જરૂરી છે.
આભાર – નિહારીકા રવિયા