દિલ્હીમાં નોકરાણીથી ૨૦ને ચેપથી લોકોમાં ભય ફેલાયો

નવી દિલ્હી, દિલ્હીમાં કોરાના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પીતમપુરા વિસ્તારના તરુણ એન્ક્લેવમાં ૨૦ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે જેને કારણે હવે ૭૫૦થી વધારે લોકોને સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રહેવા જણાવાયું છે. આ વિસ્તારને હવે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોરોના એક ઘરમાંથી ફેલાયો છે, જ્યાં નિયમિત રીતે કામ કરવા માટે એક મહિલા આયા આવતી હતી. આ મહિલાથી પહેલા બાળકોને કોરોનો થયો ત્યારબાદ ઘરમાં રહેતા તમામ લોકોને ચેપ લાગ્યો હતો. ઘરના લોકો સાંજે પાર્કમાં પણ જતા હતા જ્યાંથી સંક્રમણ અન્ય લોકોમાં ફેલાયું હતું.
કેસ ત્યારે સામે આવ્યા જ્યારે એક વ્યક્તિએ તાવ અને કોરોના જેવા લક્ષણ દેખાત ટેસ્ટ કરાવ્યો હતો. દિલ્હીમાં કોરોના વાયરસના ૨૫,૦૦૪ કેસ નોંધાયા છે જ્યારે ૬૫૦ લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ડીએમના જણાવ્યા મુજબ, ૨૪ મેના રોજ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો પરંતુ ત્યારબાદ અહીં વધારે કેસ ૨૦ કેસ સામે આવ્યા હતા. કોરોનાના કેસ સામે આવ્યા બાદ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે
ડીસી, નોર્થ એમસીડીને સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવા માટે જણવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, હાલ કોરોનાના કેસ વધતા વિસ્તારને કેન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. સાથે જ તરુણ એન્ક્લેવમાં ઘર નંબર ૧૩૦થી લઈને ૩૪૦ સુધીના ૭૫૦થી વધારે લોકોને સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રહેવા જણાવાયું છે.