અમદાવાદ શહેરમાં હવામાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો
પિરાણા અને રખિયાલ વિસ્તારમાં એક્યુઆઈનું પ્રમાણ ૧૨૫ અને ૮૯ રહ્યું જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય
અમદાવાદ, બે મહિના કરતાં વધારે સમય સુધી ચાલેલા લોકડાઉન બાદ છૂટછાટ મળવાની સાથે જ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. ફેક્ટરીઓ ધીમે ધીમે ધમધમતી થઈ છે અને રસ્તા પર વાહનો દોડતા થયા છે જેની અસર હવાના પ્રદૂષણમાં જાવા મળી રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) પ્રમાણે ૧ જૂનથી લાગુ પડેલા અનલોક-૧ના લીધે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. ગુરુવારે પિરાણા અને રખિયાલ વિસ્તારમાં એક્યુઆઈનું પ્રમાણ ૧૨૫ અને ૮૯ રહ્યું જે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોડ દ્વારા હવાના પ્રદૂષણ અંગે ૨૨મી માર્ચે જનતા કર્ફ્યૂના દિવસે વટવા વિસ્તારમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ઁસ્૨.૫ (૨.૫ માઈક્રોન કે તેનાથી ઓછું)માં ૨૯.૮૫ ઘટાડો નોંધાયો હતો,
કાર્બન મોનોક્સાઈડમાં ૧૭.૮૦ ટકા ઘટ્યો હતો. જ્યારે સલ્ફર ડાયોક્સાઈડ ૮૭ ટકા ઘટ્યો હતો. અને નાઈટ્રોજન ૨૩ ટકા ઘટ્યો હતો. વટવામાં ઁસ્ ૨.૫ માં ૩૧ માર્ચના રોજ ૮૨.૮૩ માઈક્રોગ્રામથી ઘટીને ૩૧ થયો હતો. પરંતુ હવે વટવા જીઆઈડીસી ચાલુ થવાના કારણે તેની અસર હવામાં જાવા મળી રહી છે. ગુરુવારે અમદાવાદ શહેરના એક્યુઆઈની કેન્દ્ર સરકારની એર ક્વોલિટી અને વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ દ્વારા ચકાસણી કરવામાં આવી તો ૮૩ નોંધાયું.
જ્યારે સાંજના સમયે એક્યુઆઈમાં સામાન્ય સુધાર નોંધાયો અને ૭૮ પર પહોંચ્યું. પિરાણા ડમ્પિંગ યાર્ડમાં લોકડાઉન પહેલા એક્યુઆઈ ૩૨૦ કરતા વધુ હતા જ્યારે હવે મોડરેટ Âસ્થતિમાં ૮૦ પર છે. લોકડાઉનના કારણે અહીં કચરો અલગ પાડવાની કામગીરી નહોતી કરાઈ જેના કારણએ પ્રદૂષણમાં મોટો ઘટાડો નોંધાયો હતો. અધિકારીઓનું કહેવું છે કે હુજ રોડ પર સામાન્ય ટ્રાફિક જાવા મળી રહ્યો છે અને બસ સહિતના ટ્રાન્સપોર્ટેશનના વાહનોનું પ્રમાણ ઘણું ઓછું છે
જેના કારણે એક્યુઆઈનું પ્રમાણ મોડરેટ અને સંતોષકારક છે એમ પણ જણાવવામાં આવ્યું કે અગાઉ ૧૦૦૦ કરતાં વધુ એમટીએસ અને બીઆરટીએસ સાથે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનની બસો દોડતી હતી. જ્યારે તેમાંથી ૪૦ ટકા જ બસો દોડી રહી છે જેના કારણે એક્યુઆઈ પ્રમાણ વધારે ઊચું નથી ગયું. આ સિવાય છૂટછાટ મળવાની સાથે દિલ્હીમાં પણ પ્રદૂષણ ઊંચું ગયું છે. બીજી તરફ કોરોના કેસનું પ્રમાણ વધુ હોવાથી મુંબઈમાં વધુ છૂટછાટ નથી મળી જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ ઊંચું નથી ગયું.