Western Times News

Gujarati News

સામાન્ય તકરારમાં શખ્સે પાડોશી મહિલાને ધમકાવી

ડિલિવરી બોય સાથે માથાકૂટની ના પાડતા કમલેશ ગુપ્તાએ કમર ઉપર રિવોલ્વર લટકાવીને આવી બબાલ કરી
અમદાવાદ, શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક પરિવારને પાડોશી સાથે માથાકૂટ થઈ હતી. માથાકૂટ કરનાર વ્યક્તિએ રિવોલ્વર બતાવી મહિલાને ધમકી આપી કે તેનો પતિ પોલીસમાં હોય તો તેને બીક નથી. આટલું કહી ભોગ બનનાર ના ઘરે માલ આપવા આવનાર સાથે ઝગડો કર્યો હતો. સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સરસપુરમાં આવેલા પ્રેરણા બંગ્લોમાં રહેતા રૂકમણ બહેન ધાકડ તેમના પરિવાર સાથે રહે છે. આ જ સોસાયટીમાં રહેતા કમલેશ ગુપ્તાને અવાર નવાર સોસાયટીમાં લોકો સાથે બોલાચાલી થતી હતી. ગઈકાલે રૂકમણ બહેને ડીમાર્ટમાંથી મંગાવેલી ચીજવસ્તુઓ ડિલિવરી બોય આપવા આવ્યો હતો. તેઓ ત્યાં લેવા ગયા ત્યારે કમલેશ ગુપ્તા આવ્યો અને બોલાચાલી કરવા લાગ્યો હતો.

ડિલિવરી બોય સાથે બબાલ કરવાની ના પાડતા કમલેશ ગુપ્તા એ કમર પર રિવોલ્વર લટકાવી આવી બબાલ કરી હતી, અને રૂકમણ બહેનને ધમકી આપી કે તારો પતિ પોલીસમાં હોય તો શું થઈ ગયું કોઈ કઈ કરી નહિ શકે આમ કહી બબાલ કરી અને બાદમાં રૂકમણબહેને પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી. શહેરકોટડા પોલીસે આ મામલે કમલેશ ગુપ્તા નામના વ્યક્તિ સામે આઇપીસી ૨૯૪ અને ૫૦૬(૧) મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.