Western Times News

Gujarati News

(HICA)એ સરકારને ગેરકાયદેસર મૉસ્કીટો રિપેલન્ટ અગરબત્તીના ઉત્પાદકો સામે પગલાં લેવા માંગ કરી

  • તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તિસગઢ, કેરળ, અસમ, બિહાર, ઝારખંડ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં નાગરિકોનાં સ્વાસ્થ્યને ગેરકાયદેસર મૉસ્કીટો રિપેલન્ટ ઇન્સેન્સ સ્ટિક જોખમકારક

મુંબઈ, જ્યારે ભારત કોવિડ-19 રોગચાળાને નિયંત્રણમાં લેવા સંઘર્ષરત છે, ત્યારે વિષાણુ કે રોગવાહકજન્ય રોગોનું જોખમ તોળાઈ રહ્યું છે. જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝન દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ સૌથી વધારે હોય છે, જે  આ ગાળામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં સૌથી વધુ વધારા તરફ દોરી જાય છે. સરેરાશ ઉપભોક્તા માટે સૌપ્રથમ સુરક્ષાનું સ્તર મૉસ્કીટો રિપેલન્ટ સહિત ઘરગથ્થું જંતુનાશકો છે.

 મુંબઈમાં ઘરગથ્થું જંતુનાશકોના ક્ષેત્રની બિનલાભદાયક ઔદ્યોગિક સંસ્થા હોમ ઇન્સેક્ટ કન્ટ્રોલ એસોસિએશન (HICA)એ સરકારને નુકસાનકારક જંતુનાશકોનો ઉપયોગ કરતા મૉસ્કિટો રિપેલન્ટના બનાવટી અને ગેરકાયદેસર ઉત્પાદકો સામે કડક પગલા લેવાની વિનંતી કરી છે.

HICAએ ભારત સરકારનાં કૃષિ મંત્રાલયના કૃષિ અને સહકારી વિભાગ અંતર્ગત કાર્યરત હૈદરાબાદ સ્થિતિ સ્વાયત્ત સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ હેલ્થ મેનેજમેન્ટ (NIPHM)ને પત્ર લખ્યો છે. HICAએ NIPHMને રિલેક્સ, કમ્ફર્ટ, સ્લીપવેલ, કિલર જેવી ઇન્સેન્સ સ્ટિકના નમૂનાનું ઝડપથી પરીક્ષણ કરવા વિનંતી કરી છે, જેથી આ ઉત્પાદનોના ઉત્પાદકો સામે તાત્કાલિક પગલાં લઈ શકાય. આ કાયદા મુજબ દોષિતોને ઝડપવા કાયદેસર કાર્યવાહી સુનિશ્ચિત કરશે.

ભારતીય કુટુંબો મચ્છરો સામે રક્ષણ મેળવવા લિક્વિડ વેપરાઇઝર્સ, કોઇલ તેમજ ઇન્સેન્સ સ્ટિક જેવા મૉસ્કીટો રિપેલન્ટ ફોર્મેટ પર નિર્ભર છે. ઇન્સેન્સ સ્ટિક વાજબી અને ઉપયોગ કરવામાં સરળ હોવાથી લોકોમાં એનો ઉપયોગ વધી રહ્યો છે. જોકે ઘણા બિનઅધિકૃત ઉત્પાદનો હવે નુકસાનકારક રસાયણો અને જંતુનાશકોનો ઉપયોગ કરીને આ ઇન્સેન્સ સ્ટિક બનાવી રહ્યાં છે, જેને સરકારની મંજૂરી નથી.

આ ગેરકાયદેસર જંતુનાશક મૉસ્કીટો રિપેલન્ટ ઇન્સેન્સ સ્ટિક શ્વાસનળીમાં સોજો, અસ્થમા, રિએક્ટિવ એરવેઝ ડિસીઝ અને શ્વાસોશ્વાસ સાથે સંબંધિત અન્ય રોગો જેવા સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિવિધ રોગો માટે જવાબદાર છે. સમયની સાથે HICAએ તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તિસગઢ, કેરળ, અસમ, બિહાર, ઝારખંડ અને તમિલનાડુ જેવા 12 રાજ્યોમાં આશરે 53 અલગ-અલગ ઉત્પાદન એકમોની તપાસ કરી છે.

NIPHMને વિનંતી પર હોમ ઇન્સેક્ટ કન્ટ્રોલ એસોસિએશન (HICA)ના સેક્રેટરી અને ડાયરેક્ટર શ્રી જયંત દેશપાંડેએ કહ્યું હતું કે, “બિનઅધિકૃત એકમો દ્વારા ઉત્પાદિત ઘરગથ્થું ઇન્સેક્ટિસાઇડનું ઉત્પાદન નિયમનકારી ઉત્પાદન પ્રક્રિયા દ્વારા થતું નથી તથા આંખ, ત્વચા અને શ્વાસોશ્વાસની વ્યવસ્થા જેવા સલામતીના માપદંડોની મૂળભૂત ચકાસણી થતી નથી, જે તમામ હોમ ઇન્સેક્ટિસાઇડ ઉત્પાદનો માટે જરૂરી છે. આ નુકસાનકારક જંતુનાશકોનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવા HICAએ કૃષિ મંત્રાલયને ગેરકાયદેસર ઉત્પાદકો અને વિતરકોને ઝડપવાની અપીલ કરી છે.

HICAએ પોતાના ખર્ચે કરેલા સંશોધનની જાણકારી ઓથોરિટીને આપી છે અને એ મુજબ ડિસ્ટ્રિક્ટ એગ્રિકલ્ચરલ ઇન્સ્પેક્ટર્સ દ્વારા નમૂના લેવામાં આવ્યાં છે અને પરીક્ષણ માટે NIPHMને મોકલવામાં આવ્યાં છે. HICAએ તાત્કાલિક ટેસ્ટિંગ રિપોર્ટ માંગ્યો છે અને સંકળાયેલા લોકો સામે કાયદેસર કાર્યવાહીની માંગણી કરી છે. અમારો આશય કોઈ પણ પ્રકારનાં વિલંબ વિના ગેરકાયદેસર ઉત્પાદકો સામે કેસ કરવા ઓથોરિટી સાથે જોડાણ કરીને ઉપભોક્તાને સુરક્ષા પ્રદાન કરવાનો છે.”

છેલ્લાં થોડાં વર્ષોથી HICAએ વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર ઇન્સેન્સ સ્ટિકના વધતા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. ઔદ્યોગિક સંસ્થા તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તિસગઢ, કેરળ, અસમ અને બિહાર જેવા રાજ્યોના કૃષિ વિભાગોના સંપર્કમાં છે, જેથી આ દૂષણને ડામી શકાય. અગાઉ વિવિધ રાજ્યોનાં જિલ્લા કૃષિ વિભાગે કાર્યવાહી કરી હતી. જોકે બજારમાં વધારે પરિણામો સુનિશ્ચિત કરવા HICAએ રાજ્યોને અને કેન્દ્ર સરકારને ગેરકાયદેસર અને બનાવટી મૉસ્કીટો રિપેલન્ટ ઇન્સેન્સ સ્ટિક સામે કડક પગલાં લેવા સરકારને વિનંતી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.