અરવલ્લી જિલ્લાના ઉમેદવારો ૩૧ ઓગસ્ટ સુધી નામ નોધણી રીન્યુઅલ કરાવી શકશે
સાકરિયા: અરવલ્લી જિલ્લા રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારો પૈકી જેમની નામ-નોંધણી માર્ચ-૨૦૨૦ થી મે-૨૦૨૦ સુધીમાં રીન્યુઅલ કરાવવાની થતી હતી પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં લોકડાઉનને કારણે રીન્યુઅલ કરાવી શકેલ નથી તેવા ઉમેદવારો જો પોતાની નામ-નોંધણી ચાલુ રાખવા માંગતા હોય તો તા.૩૧/૦૮/૨૦૨૦ સુધીમાં રોજગાર કચેરી મોડાસા ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને અથવા પોસ્ટ/ઈ-મેલ દ્રારા અરજી નોંધણી કાર્ડની નકલ સાથે અત્રેની કચેરીને નીચેના સરનામે મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા. ૩૧ ઓગસ્ટ બાદ રીન્યુઅલ માટે આવેલ અરજીઓ પર કોઈ વિચારણા કરવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવા જીલ્લા રોજગાર કચેરી, મોડાસા જિ. અરવલ્લીના ,રોજગાર અધિકારી (જનરલ)ની એક અખબારી યાદી દ્રારા જણાવાયું છે.