ખંભાત : સફાઈ કામદારોની હડતાળ
પેટલાદ, ખંભાત નગરપાલિકાના લઘુત્તમ વેતન આધારિત કામ કરતા સફાઈ કામદારોની પાલિકા સામે હડતાળ શરૂ થયેલ છે. આ હડતાળ તેઓને કાયમી કરવા અંગેની છે. છેલ્લા કેટલાક વર્ષોથી સફાઈ કામદારો કાયમી કરવાની માંગણી કરતા હોવા છતાં સત્તાધીશો લોલીપોપ આપતા હોવાનું જાણવા મળે છે. આ સફાઈ કામદારો કાયમી કરવાના મુદ્દે અત્યાર સુધીમાં ચારેક વખત આંદોલનના માર્ગે જઈ ચૂક્યા હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતુ નહિ હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ખંભાત નગરપાલિકામાં છેલ્લા ૧પ વર્ષથી સફાઈ કામદારો લઘુત્તમ વેતન ધારા હેઠળ કામગીરી કરે છે.
હાલ ૧૬પ જેટલા સફાઈ કામદારોની માંગણી કાયમી કરવા અંગેની છે. તેઓ જણાવે છે કે, ગમે તેવી કપરી Âસ્થતિમાં શહેરને સ્વચ્છ રાખવા દિવસ – રાત અમો સફાઈની કામગીરી કરતા આવ્યા છે.
તેમાંય, છેલ્લા અઢી મહિનાથી કોરોના વાયરસની મહામારી જેવી Âસ્થતિ વચ્ચે પણ અમોએ શહેરના તમામ વિસ્તારોમાં સેનેટાઈઝેશન, દવા છંટકાવ અને સફાઈની કામગીરી સંભાળી છે. કોઈપણ પ્રકારના સુરક્ષા કવચ સિવાય આ મહામારીમાં અમારા જીવને જાખમમાં નાંખીને પણ સફાઈની કામગીરી સંભાળી હોવાનું સફાઈ કામદારો દ્વારા જાણવા મળે છે. સાચા કોરોના વોરિયર્સ તરીકે કામગીરી સંભાળનારા સફાઈ કામદારોનું એવુ પણ કહેવુ છે કે, કાયમી ભર્તીની માંગણી વર્ષોથી પડતર ચાલતી આવી છે. અમોને લઘુત્તમ વેતન હેઠળ પગાર આપી શોષણ કરવામાં આવી રહ્યુ છે.
આ કાયમીના મુદ્દે અત્યાર સુધી ચાર વખત આંદોલનનું રણશીંગુ ફૂંકી ચૂક્યા છે. છતાં, સત્તાધીશો દ્વારા સફાઈ કામદારોને કાયમી કરવા કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવતો નથી. જેને કારણે ખંભાત નગરપાલિકાના ૧૬પ જેટલા હંગામી સફાઈ કામદારોએ ગાંધી ચીંધ્યા માર્ગે અચોક્કસ મુદત માટે ઉપવાસ આંદોલન શરૂ કરતા શહેરની સફાઈ ખોરંભે પડી હોવાનું જાણવા મળે છે. શહેરમાં ઠેર – ઠેર છેલ્લા બે દિવસથી કચરાના ઢગ અને ગંદકીનું સામ્રાજ્ય હોવાની વાતનો મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.