Western Times News

Gujarati News

પેટલાદ : છેતરપિંડીના કેસમાં આરોપીને સજા

પેટલાદ: પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને સરકાર દ્વારા સબસીડી વાળી લોન અપાવવાના બહાને અમદાવાદના ઈસમ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગેની પોલિસ ફરિયાદ પેટલાદ રૂરલ અને મહેળાવ પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવી હતી. જેથી આ કેસ પેટલાદની કોર્ટમાં ચાલી જતા ગતરોજ એડિશ્નલ ચિફ જ્યૂડિશ્યલ મેજીસ્ટ્રેટ પેટલાદ કોર્ટ દ્વારા આરોપીને જુદીજુદી કલમો હેઠળ ૧૩ વર્ષની સાદી કેદ ફટકારવામાં આવી છે. જાકે આ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ તાલુકાના પાડગોલ, બાંધણી, ભારેલ ગામોની મહિલાઓને લોન અપાવવાની લાલચ અમદાવાદના ઈસમો દ્વારા આપવામાં આવી હતી. અમદાવાદના ઈમરાનખાન અજરૂદ્દીનખાન પઠાણ (ઉ.વ ર૬, વેજલપુર અમદાવાદ) દ્વારા આ વિસ્તારની મહિલાઓને જણાવવામાં આવ્યું હતુ કે પોતે સરકારના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી આવે છે.

તેઓ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સબસીડી વાળી રૂપિયા એક લાખ સુધીની લોન અપાવી શકે છે. ઉપરાંત આ લોન પેટે લાભાર્થીને રૂપિયા પÂચ્ચસ હજારની સબસીડી તથા વગર વ્યાજની લોન રહેવાનું ઈમરાનખાને જણાવ્યું હતુ. આ ઈસમે બાંધણી અને પાડગોલની લગભગ પ૧ તથા ભારેલની ૩ર જેટલી મહિલાઓ પાસેથી લોનની પ્રોશેસ માટે રૂપિયા ૯પ૦ લેખે નાણા ઉઘરાવ્યા હતા. આ મળી અંદાજીત રૂ. ૮૦૦૦૦ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતુ.

ઉપરાંત આ ઈસમ દ્વારા સરકારના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટનું બોગસ ઓળખ કાર્ડ બતાવી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. જે અંગેનો ગુનો પેટલાદ રૂરલ તથા મહેળાવ પોલીસ મથકે વર્ષ ર૦૧૭માં નોંધાયા હતા. આ ઈસમ વિરૂદ્ધ પેટલાદની એડિશ્નલ ચીફ જ્યૂડિશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં બે ફોજદારી ગુના ચાલી જતા ગત રોજ હુકમ ફરમાવવામાં આવ્યો હતો. ઈમરાનખાન વિરૂદ્ધ આઈપીસીની કલમ ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧,૧૧૪ મુજબ ગુના નોંધાયા હતા. આ કલમો હેઠળ આરોપી ઈમરાનખાનને ૧૩ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ કેદની સજા એક સાથે ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.