દહેજની યશસ્વી કંપનીના બ્લાસ્ટમાં ઘવાયેલા કામદારોની મુલાકાત લેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
ભરૂચ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભરૂચમા દહેજની યશસ્વી કંપનીના બ્લાસ્ટમાં ઘવાયેલા કામદારોની મુલાકાત લઈ સાંત્વના પાઠવવા સાથે સરકારના ભ્રષ્ટાચાર ના કારણે આવા બનાવો બનતા હોવાનો આક્ષેપ કર્યો હતો.પરંતુ રાજકીય મુદ્દે મૌન રહ્યા હતા. ભરૂચ જીલ્લાના દહેજ ખાતે યશસ્વી રસાયણ કંપની માં થયેલ બ્લાસ્ટ અને આગ ની દુર્ઘટના માં ૧૦ કામદારોએ જીવ ગુમાવવા સાથે ૪૦ થી વધુ કામદારો ઘાયલ થયા છે.આ હોનારત ના પગલે સમગ્ર જીલ્લા સહિત રાજ્યમાં ભરૂચ જીલ્લા ના ઔધોગિક વિકાસ ની સાથે તેની નકારાત્મક અસર અંગે પ્રશ્નાર્થ સર્જાય છે.તો આ મુદ્દે રાજકીય આગેવનો ભરૂચની મુલાકત લઈ રહ્યા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા એ પણ આજરોજ ભરૂચ ખાતે આવી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ઈજાગ્રસ્તોની મુલાકત લઈ તેમના ખબર અંતર પૂછી સાંત્વના પાઠવી હતી.હોસ્પિટલ ખાતે તેવોએ યશસ્વી રસાયણ ની દુર્ઘટના અંગે નિવેદન આપતા ભાજપ સરકાર ના ભ્રષ્ટાચાર ના કારણે ભરૂચ જીલ્લામાં આવા બનાવો વારંવાર બને છે તેવા આક્ષેપ સાથે લોકો ની જિંદગી સાથે આ રીતે રમત ન રમવા જણાવી આ અંગે ઉચ્ચસ્તરીય તપાસ ની માંગ પણ કરીશ તેમ કહ્યું હતું.જો કે રાજ્યસભા ની ચૂંટણી કે એન.સી.પી સહિત કોઈ પણ રાજકીય પ્રશ્ને અત્યારે તે વાતો નહિ કહી આ મુદ્દે મૌન રહ્યા હતા. ભરૂચ હોસ્પીટલ ખાતે થી ઈજાગ્રસ્તો ની મુલાકાત લઈ શકરસિંહ વાઘેલા દહેજ જવા રવાના થયા હતા.તેમની ભરૂચ ની મુલાકત થી તેમની સાથે દેખાયેલા કોંગ્રેસના જીલ્લા ના અગ્રણી અને ગણેશ સુગર ના ચેરમેન સંદિપ માંગરોલા ની ઉપસ્થિતિ થી રાજકીય ચર્ચા અને તર્કવિતર્ક જરૂર સર્જાવા પામ્યા છે.