હળવદ પંથકમા ફરી તીડ ત્રાટકતા : થાળી-ઢોલ વગાડી ભગાવવાના પ્રયાસ સાથે ખેડુતો-તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરાયો
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદના મયુરનગર,ધનાળા, કેદારીયા, સુસવાવ, રણજીતગઢ સહીતના ગામોમા તીડના ઝુંડો ફરી એક વાર ત્રાટકતા,ગ્રામજનો-ખેડુતો દ્રારા થાળી-ઢોલ વગાડી તીડનુ આક્રમણ ખાળવા પ્રયાસ કરવામા આવ્યો હતો.જયારે, તીડના પુનઃ આક્રમણને કારણે તંત્ર દોડતુ થઈ ગયુ હતુ,ખેડુતો-તંત્ર દ્રારા તાલુકાના મયુરનગર ગામે દવાનો છંટકાવ કર્યાનુ સરપંચ મનસુખભાઈ વસ્તાભાઈ મકવાણા એ જણાવ્યુ હતુ.જયારે,મયુરનગર ગામની સીમમા તીડે કરેલ આક્રમણ તસ્વીરમા નજરે પડે છે.