કપડવંજના ગામો અને તેના પેટા પરામાં પાણી નિયમિત મળે તે માટે પંચમહાલ સાંસદ અને પાણી પુરવઠાના ઈજનેરની હાજરીમાં બેઠક યોજાઇ
કપડવંજ: કપડવંજ તાલુકાના વડોલ મુકામે પૂર્વ ગાળાના ગામોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ માટેની રજૂઆત કરવા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ જિલ્લા પંચાયત સભ્ય પિનાકીન શુક્લ જિલ્લા પંચાયત સદસ્ય જશોદાબેન વાઘેલા કપડવંજ તાલુકા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ પ્રવિણ રાઠોડ અને પૂર્વ ગાળા ના સરપંચો ની ઉપસ્થિતિમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઈજનેર ત્રિવેદી કપડવંજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ની હાજરીમાં કપડવંજ તાલુકાના પૂર્વ ગાળામાં પીવાના પાણીના પ્રશ્નોના નિકાલ માટે નવા ર્બો કરવા પાવર પંપ કરવા ની રજૂઆતો તેમજ વનોડા જૂથ યોજના નું પાણી આપવામાં અનિયમિતતા દૂર કરવી તેના જરૂરી સૂચનો અને સમીક્ષા કરવામાં આવી હતી વનોડા જુથ યોજનામાં ફાગવેલ ખાખરીયાવન સુધીની પાણીની લાઇનના લીકેજ રીતે દૂર કરવા આવી તમામ બાબતોનું સમીક્ષા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને પાણી પુરવઠા બોર્ડ ના અધીક્ષક ઈજનેર ની હાજરીમાં કરવામાં આવી હતી ફાગવેલ લસુન્દ્રા જૂથ પાણી પુરવઠા યોજના કપડવંજ તાલુકાના ગામો અને તેના પેટા પરામાં પાણી નિયમિત મળે તે માટે .સાસદે રજૂઆત કરી હતી પાણી પુરવઠા બોર્ડ ના અધિક્ષક ઈજનેરે સ્થળ ઉપર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હકારાત્મક માર્ગદર્શન આપી નવીન બોર બનાવવા માટે પણ સૂચના આપી હતી આના થી પૂવૅ ગાળાના વડોલ માલ ઈટાડી ખડોલ અંતિસર ચિખલોડ ગરોડ દનાદરા જેવા અનેક ગામોમાં પીવાના પાણીમાં રાહત મળશે.