Western Times News

Gujarati News

ગુલાબો સિતાબોના શૂટિંગ વખતે બીગ બીને તકલીફ થઇ

શૂટિંગ દરમિયાન વારંવાર ગરમીમાં જવું અને ઠંડકમાં આવવું મારા માટે પરેશાનીભર્યું હતું ઃ અમિતાભ બચ્ચન
મુંબઈ,  અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. હાલમાં જ બિગ બીએ ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ની શૂટિંગના અનુભવ શેર કર્યા હતા. તેમને ફિલ્મમાં મિર્ઝાનો રોલ પ્લે કરવામાં કેટલીક તકલીફો થઈ અને કઈ રીતે પ્રોસ્થેટિક મેકઅપ માટે તેઓ કલાકો બેસી રહેતા એ જણાવ્યું.

બિગ બીએ ફિલ્મના શૂટિંગ અંગે લખ્યું, ‘લખનઉમાં એ સમયે આગ ઝરતી ગરમી હોય છે. એટલે ફિલ્મનું શૂટિંગ ૬.૩૦ એ શરૂ થઈ જતું પરંતુ મારે ૩ કલાક પહેલાં એટલે કે, રાતે ૩.૩૦ વાગ્યે મેકઅપ કરાવવા બેસવું પડતું હતું.’ તેમણે કહ્યું, ગરમ પાણીની સાથે પ્રોસ્થેટિક મેકઅપમાં પણ સમસ્યા થતી હતી. મેકઅપ ઉતરવા લાગતો હતો. જા કે, ચહેરા પર ઠંડક કરવા માટે સેટ પર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી પરંતુ સતત શૂટિંગ દરમિયાન વારંવાર ગરમીમાં જવું અને ઠંડકમાં આવવું મારા માટે પરેશાનીભર્યું હતું.

બિગ બીએ આગળ લખ્યું, ફિલ્મમાં મારો રોલ એવા વ્યક્તિનો હતો જે કમર ઝુકાવીને ચાલે છે. જેના કારણે મારી કમર તૂટી ગઈ હતી. પીઠમાં પણ ભયંકર દુખાવો થતો. હું બેસી પણ નહોતો શકતો અને સૂઈ પણ નહોતો શકતો. પેઈન કિલર્સ લેવાની મને મનાઈ હતી. બસ પીઠ પર સ્પ્રે કરતો હતો. જાકે તેનાથી ખાસ ફાયદો થતો નહોતો. તો જા તમે એક્ટર બનવા માંગો છો તો બનો પરંતુ કોઈ જ ફરિયાદ કરવી નહીં.

આગળ બિગ બીએ જણાવ્યું, શૂટિંગ સમયે ગરમી ૫૦ ડિગ્રી સુધી પહોંચી જતી હતી. જેથી અમે સવારે અને સાંજે શૂટ કરતા હતા. દિવસમાં બ્રેક લેતા હતા. તમને જણાવી દઈએ કે, ગુલાબો સિતાબો ૨૨ જૂનએ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અમિતાભની સાથે આયુષ્માન ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.