Western Times News

Gujarati News

નડિયાદ બાર એસોસિએશને વકીલોની આર્થિક સંકળામણને ધ્યાનમાં રાખી કોર્ટો ચાલુ કરવા માંગ

કોરોનાની મહામારી વચ્ચે છેલ્લાં ત્રણ માસથી લોકડાઉન હોઈ કોર્ટો બંધ છે . તેના કારણે વકીલો આર્થિક સંકડામણમાં મુકાયા છે . ત્યારે આજે નડિયાદ બાર એસોસિએશને એક ઠરાવ કરી ડિસ્ટ્રીક્ટ જજ નડિયાદ તેમજ હાઈકોર્ટને મોકલી વહેલીતકે કોર્ટે ચાલુ કરવા માંગણી કરી છે . વકીલોની સમસ્યાને ધ્યાનમાં રાખી આજે નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખ યોગીબેન બારોટ , જનરલ સેક્રેટરી સબ્બીર  પીરજાદા , ઉપપ્રમુખ એસ કે પટેલ , વગેરેએ સોશ્યલ ડિસ્ટન્સ રાખી તાકીદની મિટીંગ બોલાવી હતી . અને એમાં એક ઠરાવ કર્યો છે . આ ઠરાવમાં જણાવ્યું છે કે છેલ્લાં ત્રણ માસથી કોર્ટની કામગીરી સંપૂર્ણ બંધ છે . વકીલમિત્રોને ઘણી તકલીફ પડે છે . કેટલાક વકીલમિત્રો આર્થિક સંકડામણ અનુભવી રહા છે . પ્રજાના કામ થતાં નથી , લોકડાઉનમાં ઘણાં વાહન ડિટેઈન થયાં છે . જાહેરનામા ભંગના પણ ઘણાં કેસો થયાં છે . જમીન અરજીનો . મનાઈ હુકમના કામો , સિવિલ તેમજ ક્રિમીનલ કેસો , મુદ્દામાલના કામો , એમએસીટીના કેસો , ભરપોષણના કેસો , લગ્નજીવનને લગતાં કેસો , આ તમામ કેસો કોર્ટો બંધ થવાથી ઠપ્પ થઈ ગયાં છે . વકીલોને સર્ટીફાઈ નકલો પણ મળતી નથી . ગામે નડિયાદની તમામ કોર્ટે પુનઃ શરૂ થાય તો આ તમામ સમસ્યા હલ થાય . માટે કોર્ટે ચાલુ કરવા ઠરાવમાં માંગણી કરવામાં આવી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.