વાસણા પોલીસ દ્વારા સિવિલ ડિફેન્સના જવાનોનું સન્માન
અમદાવાદ, કોરોનાની મહામારીમાં કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વાસણા પોલીસ ઇન્સ્પેટર દ્વારા નાગરિકસંરક્ષણ (સિવિલ ડિફેન્સ)ના ૨૨ જવાનોને પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાસણા પોલીસનો સમગ્ર સ્ટાફહાજર રહ્યો હતો.
આ અંગે નાગરિક સંરક્ષણના ઇન્ચાર્જ મદનસિંહ પરમારે જણાવ્યું હતું કે જ્યારે પણ તંત્રને અમારી જરૂર પડે અમે હાજર રહીશું.