SVP હોસ્પિટલમાં ધરણાંનો અંતઃ પગાર કાપ પરત ખેંચાયો
હોસ્પિટલનો ૭૫ ટકા સ્ટાફ ધરણાં પર ઊતર્યો હતો અને વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો
અમદાવાદ, કોરોના મહામારીને પહોંચી વળવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરો અને ન‹સગ સ્ટાફ ખડેપગે કોરોનાના દર્દીઓની સેવા કરતા રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલી એસવીપી હોસ્પિટલનો ન‹સગ સ્ટાફ પગાર કાપના મુદ્દે ધરણાં પર બેઠા હતા. જા કે સ્થિતિ કાબૂ બહાર નિકળી જાય તે પહેલા પગાર કાપનો નિર્ણય પરત ખેંચ્યો છે. એસવીપી હોસ્પિટલમાં ફ્રન્ટ લાઈન વોરિયર ન‹સગ સ્ટાફ ધરણા પર બેઠતા સત્તાધીશોએ સ્ટાફને મેસેજ કરી જાણ કરી હતી કે, પગાર કાપનો જે નિર્ણય અગાઉ લેવાયો હતો તે નિર્ણય પરત લેવામાં આવે છે અને હવે કોઈનો પગાર કપાશે નહીં.
ફ્રન્ટલાઈન વોરિયર ન‹સગ સ્ટાફના પગારમાં કાપ મુકતા એસવીપી હોસ્પિટમાં હોબાળો કર્યો હતો. વહેલી સવારથી ન‹સગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે અને કામથી દૂર છે. પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે હોસ્પિટલ કેમ્પસમાં જ ઘરણાં યોજ્યા હતા. મળતી માહિતી મુજબ, ન‹સગ સ્ટાફના પગારમાં ૨૦ ટકાથી વધુનો કાપ મુકતા કોરોના વોરિયર્સમાં રોષ ફેલાયો હતો.
જણાવી દઈએ કે, અમુક કિસ્સાઓમાં ન‹સગ સ્ટાફને ૩૫ હજાર પગાર હતો, પરંતુ કોરોના મહામારીમાં તેમને વળતર આપવાના બદલે ૨૨ હજાર પગાર ચૂકવાતા રોષ ફાટી નીકળ્યો હતો. આમ તેમની પગારમાં ૧૦ હજારથી ૧૨ હજારનો કાપ મુકાયો હતો. આ ઘટનાને લઈને હોસ્પિટલનો ૭૫ ટકા સ્ટાફ ધરણાં પર ઊતર્યો હતો અને વહેલી સવારથી ન‹સગ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો. જા કે, ત્યારબાદ સત્તાધીશોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો હતો.