ધોરણ ૧૦નું ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર
ગત વર્ષની સરખામણીમાં પ ટકા જેટલું ઓછું પરિણામ- ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ર૯૧ – ૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૧૭૪- આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી – અમદાવાદ શહેરનું ૬પ.પ૧ ટકા અને અમદાવાદ જીલ્લાનું ૬૬.૦૭ ટકા પરિણામ- સૌથી વધુ સુરત જીલ્લાનું ૭૪.૬૬ ટકા અને સૌથી ઓછું દાહોદ જીલ્લાનું ૪૭.૪૭ ટકા પરિણામ
અમદાવાદ, વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનારી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું આજે ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર થયુંં છે. ગત વર્ષે ૬૬.૯૭ ટકા પરિણામ હતું જેમાં આ વર્ષે પ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં બનાસકાંઠા જીલ્લાના સપ્રેડા કેન્દ્રનું સૌથી વધુ ૯૪.૭૮ ટકા અને સૌથી ઓછું દાહોદ જીલ્લાના રૂવાબારી કેન્દ્રનું ૧૪.૦૯ ટકા પરિણામ આવ્યું છે. આ વખતે પણ રાજયમાં સુરત જીલ્લાનું સૌથી વધુ ૭૬.૬૬ ટકા અને સૌથી ઓછું દાહોદ જીલ્લાનું ૪૭.૪૭ ટકા પરિણામ આવ્યું છે.
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ર૯૧ છે ગયા વર્ષે ૩૬૬ હતી. ૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગયા વર્ષે ૬૩ હતી જે આ વખતે વધીને ડબલ કરતાં પણ વધુ ૧૭૪ની થઈ છે. ધોરણ ૧૦નું ઓછું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ નિરાશ જાવા મળતા હતા. ધો. ૧૦મા આ વખતે ૭૩૩ર વિદ્યાર્થીઓ એક વિષયમાં અને ૭૪૦૩૩ વિદ્યાર્થીઓ બે વિષયમાં નપાસ થયા છે.
વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનારી ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. કોરોના મહામારી વચ્ચે ધોરણ ૧૦નું પરિણામ ઓછું જાહેર થયું છે. વિદ્યાર્થીઓમાં કહી્ ખુશી કહીં ગમનો માહોલ જાવા મળ્યો હતો.
આજે સવારથી વિદ્યાર્થીઓ વેબસાઈટ ઉપર પરિણામ જાતા મળતા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોર. ૧૦ની પરીક્ષામાં કુલ ૮,૦૪,ર૬૮ નિયમિત ઉમેદવાઓ નોંધાયા હતા તે પૈકી ૭,૯ર,૯૪ર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપÂસ્થત રહ્યાં હતા. રાજ્યમાં કુલ ૯૩૧ કેન્દ્રો ઉપરથી પરીક્ષા લેવામાં આવી હતી. કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓએ અંતિમ પરીક્ષાઓ આપી હતી. ગયા વર્ષે ધોરણ ૧૦નું પરિણામ ૬૬.૯૭ ટકા હતું જે આ વર્ષે ઘટીને ૬૦.૬૪ ટકા થયું છે.
આ વર્ષે ૩૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૧૮૩૯ની થઈ છે જે ગયા વર્ષે ૯૯પ હતી.
ધોરણ ૧૦મા એ-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૭૧, એ-ર ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ર૩૭પ૪, બી-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પ૮૧ર૮, બી-ર ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦પ૯૭૧, સી-૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧પ૯૧૦૮ જ્યારે સી-ર ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૮ર૩૦ અને ડી ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્ગા ૧૩૯૭૭ થવા જાય છે. વિદ્યાર્થીઓનું પરિણામ પ્૬.પ૩ ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ ૬૬.૦ર ટકા આવ્યું છે.
માધ્યમ પ્રમાણે જાઈએ તો અંગ્રેજી માધ્યમનું પરિણામ ૮૬.૭પ ટકા, ગુજરાતી માધ્યમનું પરિણામ પ૭.પ૪ ટકા અને હિન્દી માધ્યમનું ૬૩.૯૪ ટકા પરિણામ આવ્યું છે. ધોરણ ૧૦ની પરિક્ષામાં વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત દરેક કેન્દ્રમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. આ વર્ષે ગેરરીતિના ૧ર૪ કેસ નોંધાયા હતા. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે નોંધાયેલા ગેરરીતિના ૧૧૧૯ કેસમાં પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કારણોસર ર૩ વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. આ વર્ષે ર૦ ટકા પાસીંગ સ્ટાન્ડર્ડથી ૪૯૩ વિદ્યાર્થીઓને પાસ કરવામા આવ્યા છે.
વિષય પ્રમાણે જાઈએ તો ગુજરાતી પ્રથમ ભાષાનું પરીણામ ૮પ.૪૯ ટકા, હિન્દી પ્રથમ ભાષાનું ૯૦.૩ર ટકા, અંગ્રેજી પ્રથમ ભાષાનું ૯૪.૦૮ ટકા, ગણિતનું ૬૦.૭૬ ટકા, સોશિયલ સાયન્સનું ૮૪.૬પ ટકા પરિણામ આવ્યું છે. ગણિત વિષયમાં ર૦ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવેલા છે જ્યારે સોશિયલ સાયન્સમાં ૧૪ વિદ્યાર્થીઓેએ ૧૦૦ માર્ક્સ મેળવેલા છે
જ્યારે વિજ્ઞાનમાં ૧ર૯ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવેલા છે. ધો. ૧૦ની પરીક્ષામાં એક વિષયમાં ર૪૪૭૦, બે વિષયમાં ૧૩૩પ૯૯, ત્રણ વિષયમાં ૧૬ર૦૭૬, ચાર વિષયમાં ૯૧૭૧૮, પાંચ વિષયમાં પ૭૮૬૮ અને ૬ વિષયમાં ૬૩૪૭૭ વિદ્યાર્થીઓ નપાસ થયા છે.
શહેર પ્રમાણે જાઈએ તો અમદાવાદ શહેરનું ૬પ.પ૧ ટકા, અમદાવાદ ગ્રામ્યનું ૬૬.૦૭ ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જીલ્લાનું પ૩.૩૦ ટકા, આણંદ જીલ્લાનું પપ.૪૩ ટકા, બનાસકાંઠા જીલ્લાનું ૬૪.૦૮ ટકા, ભરૂચ જીલ્લાનું પ૪.૧૩ ટકા, પરિણામ આવ્યું છે.