૧૫મીથી રાજ્યમાં ચેરીટી કમિશ્નરની કોર્ટ શરૂ કરાશે
અમદાવાદ, રાજ્યભરમાં આગામી ૧૫મી જૂનથી સોશિયલ ડિસ્ટનસીંગના કડક પાલન સાથે ચેરીટી કમિશ્નરની કોર્ટો ચાલુ થશે. ચેરીટી કમિશ્નર વાયએમ શુકલે જણાવ્યું છે કે કોરોના મહામારીને લીધે ઉભી આગામી ૧૫ જૂનથી રાજ્યભરની ચેરીટી કમિશ્નરની તમામ કોર્ટ ચાલુ થશે. પરંતુ અગાઉ જેમ કોર્ટ શરૂ થતા ટોળા કોર્ટરૂમમાં ભેગા થઈ જતા હતા તે હવે ન થાય તે માટે પહેલા કોલ વકીલને અને ટ્રસ્ટને તેમજ જે પક્ષ પક્ષકાર હોય તેને કેસ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
તેમની સુનવણી પતી જ બાદ કોલ કરીને અન્ય કેસની સુનવણી આ રીતે થશે. ચેરીટી કમિશ્નરની કોર્ટને રોજ સેનેટાઈઝ કરાશે. જે પણ પક્ષકાર, વકીલ કે ટ્રસ્ટ હોય તેમને બિલ્ડિંગમાં પ્રવેશ કરતાં તેમજ અદાલતમાં પ્રવેશ કરતા પહેલા સેનેટાઈઝરથી હાથ સાફ કરવામાં આવશે.