Western Times News

Gujarati News

સ્કુલ વાહનોમાં સીસીટીવી અને જીપીએસ ફરજીયાત

File Photo

 

દરેક વાહનો પર માલિકનો ફોન નંબર લખવો ફરજીયાત તેમજ અગ્નિશામક સાધન
રાખવાનો નિર્ણય : વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો

(પ્રતિનિધિ)અમદાવાદ: અમદાવાદ શહેરમાં દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સહિત સંબંધિત વિભાગો એલર્ટ થયેલા છે તાજેતરમાં જ ચાલુ કારમાંથી વિદ્યાર્થીઓ પટકાવાની ઘટના બાદ સ્કુલ વાહનો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી કરાતા સ્કૂલ વાહનચાલકોએ આ અંગે રજુઆત કરતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે વિદ્યાર્થીઓનું ભાવિ જાખમાઈ નહી અને તેમની સુરક્ષા માટે કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં હવેથી તમામ સ્કુલ વાહનોમાં સીસીટીવી તથા જીપીએસ સીસ્ટમ ફરજીયાત કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે જેનો અમલ ટુંક સમયમાં શરૂ થઈ જનાર છે.

આ અંગેની વિગત એવી છે કે તાજેતરમાં ચાલુ સ્કુલવાનમાંથી વિદ્યાર્થીઓ નીચે પટકાવાની ઘટના બાદ પોલીસ અને આરટીઓ તંત્ર વધુ સજાગ બન્યું છે શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ સ્કુલ વાહનોમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન જ આ ઘટના ઘટી હતી સ્કુલવાનમાં નિયત સંખ્યા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા હતા જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો વાલીઓએ પણ આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો

આ ઘટના બાદ પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશનો વ્યાપ વધારવામાં આવ્યો હતો અને તમામ સ્કુલ વાહનોનું ચેકિંગ શરૂ કરાયું હતું જેની સામે સ્કુલ વાહનના ચાલકોએ ઉગ્ર રજુઆત કરી હતી અને આ અંગે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં વિદ્યાર્થીઓની સુરક્ષામાં કોઈ બાંધછોડ નહી કરવામાં આવે તેવુ કહેવામાં આવ્યું હતું જાકે સ્કુલ વાહનોના ચાલકોએ પણ આ મુદ્દે ખાતરી આપી હતી ત્યારબાદ તબક્કાવાર સરકારના સંબંધિત વિભાગોના અધિકારીઓની બેઠકો મળી હતી જેમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે અને સ્કુલના વાહનચાલકો નિયમ અનુસાર જ વાહનો ચલાવે તે માટે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિચારણા કરવામાં આવી હતી.

ચર્ચા વિચારણાના અંતે વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે અને આ નિયમોનું કડકપણે પાલન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં સ્કુલ વાહનોનું આજે પણ ચેકિંગ કરવામાં આવી રહયુ છે. જાકે મોટાભાગના ચાલકો હવે નિયત મર્યાદામાં જ વિદ્યાર્થીઓને બેસાડવા લાગ્યા છે પરંતુ હજુ પણ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અને ભવિષ્યમાં દુર્ઘટના ટાળવા તથા સ્કુલવાહનો પર નજર રાખવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જેમાં હવેથી દરેક સ્કુલ વાહનો પર તેમના માલિકના ફોન નંબર લખવા પડશે જાકે હાલમાં સ્કુલ બસો પર આવા નંબરો લખેલા હોય છે પરંતુ હવેથી રીક્ષા, વાન સહિતના વાહનો પર પણ માલિકોના નંબર લખવા ફરજીયાત બનવાના છે.

સ્કુલવાહનોમાં માલિકના નંબર ઉપરાંત સીસીટીવી કેમેરો પણ લગાડવો ફરજીયાત બનવાનો છે આ સીસીટીવી કેમેરાના આધારે વાન માં બેઠેલા વિદ્યાર્થીઓની સ્થિતિ જાણી શકાશે આ ઉપરાંત તેનું રેકો‹ડગ પણ રાખવું જરૂરી બનવાનું છે. સીસીટીવી ઉપરાંત સ્કુલ વાહનોમાં જીપીએસ સીસ્ટમ પણ રાખવી ફરજીયાત બનશે જેના પરિણામે દરેક સ્કુલ વાહન પર નજર રાખી શકાશે અને તેની ગતિવિધિ પણ જાણી શકાશે. આ ઉપરાંત સ્કુલ વાહનોમાં અગ્નિસામક સાધનો પણ ફરજીયાત કરી દેવામાં આવ્યા છે જેના પરિણામે આગ જેવી ઘટના ઘટે ત્યારે વિદ્યાર્થીઓને નુકશાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્કુલ વાહનો માટે લેવાયેલા આ નિર્ણયોનો તાકીદે અમલ કરવામાં આવનાર છે અને અમલ નહી કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે આ ઉપરાંત આ બેઠકમાં અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા છે જાકે મહત્વપૂર્ણ ઉપરોકત નિયમોનું પાલન કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સ્કુલવાનમાંથી વિદ્યાર્થીઓ પટકાવાની ઘટના બાદ સરકારી તંત્ર સફાળુ જાગ્યુ હતું જાકે છેલ્લા બે વર્ષથી સ્કુલ વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે હાઈકોર્ટના કડક નિર્દેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હવેથી ઉપરોક્ત નિયમોનું પણ પાલન કરવામાં આવનાર છે જેના પરિણામે હવે વિદ્યાર્થીઓની સુરક્ષા વધશે તેવુ વાલીઓ માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.