સાળાને મળવા આવતા બિન સચિવાલય પરીક્ષા પેપર લિક કૌભાંડનો સૂત્રધાર ઝડપાયો
ગાંધીનગર, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીકકાંડનો સુત્રધાર સાળાને મલવા આવતા પોલીસે તેને બાતમીના આધારે ઝડપી ગાંધીનગર પોલીસને સુપ્રત કર્યો હતો. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પેપર લીકકાંડમાં સુત્રધાર પ્રવિણ પાલીતાણામાં સાળાને મળવા આવવાનો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પાલીતાણા ટાઉન પીઆઈ અને ગારીયાધાર પીએસઆઈએ ટીમ બનાવીને તેને ઝડપી લીધો હતો.
ત્યારબાદ સીઆરપીસીની કલમ ૪૧-૧ આઈ મુજબ અટક કરીને ગાંધીનગર સેક્ટર-૭ની પોલીસને સોપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૭ નવેમ્બર ૧૯ના રોજ બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટની ભરતી પરીક્ષા લેવાની હતી. આ ભરતી પરીક્ષાનું પેપરલીક થથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સેકેટરીએ ડિસેમ્બર મહિનામાં ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગર પોલીસે છ જણાની અટકાયત કરી જેમાં સુત્રધાર પ્રવિણનું નામ બહાર આવ્યું હતું.