ખાનગી લેબની બેદરકારીથી ૩૫ લોકો કોરોનાના વોર્ડમાં

प्रतिकात्मक
નવી દિલ્હી, નોઈડામાં એક ખાનગી લેબની બેદરકારીની ઘટના સામે આવી છે. તેના કારણે નોઈડાની કોવિડ હોસ્પિટલમાં ૩૫ એવો લોકો દાખલ છે, જેમને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો જ નથી. તેમ છતાં આ લોકોને સતત ત્રણ દિવસ કોરોનાના દર્દીઓની વચ્ચે રહેવાનો વારો આવ્યો હતો. આરોગ્ય વિભાગની તપાસમાં સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી. નોઈડામાં ૩૫ લોકોને હળવો તાવ, ખાંસી અને શરદીની ફરિયાદ હતી.
એથી આ તમામ પોતાના ઘર નજીકના દવાખાનામાં ખાનગી તબીબની પાસે પહોંચ્યા હતા. જ્યારે તેમને કોરોનાની શંકા વ્યક્ત કરીને ટેસ્ટ કરાવવાની સલાહ મળી હતી. એથી તમામ લોકોએ એક ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. કેટલાક લોકોના તો ઘેર જઈને લેબ કર્મીએ સેમ્પલ લીદ્યા હતા. આ તમામને પછીથી પોઝીટીવ રિપોર્ટ મળ્યો હતો. ત્યારબાદ તમામને સરકાર દ્વારા તૈનાત કોવિડ આઈસોલેશન વોર્ડમાં મોકલી દેવાયા હતા, જ્યાં તેમની ફરીથી તપાસ કરવામાં આવી હતી. તો આ ૩૫ દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એથી સ્વાસ્થ્ય વિભાગની હાલત પણ કફોડી બની હતી.