મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ગુજરાતમાં સ્ટોર્સ ફરીથી શરૂ કર્યાં
ગ્રાહકો અને કર્મચારીઓના આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા માર્ગદર્શિકાઓ અને સાવચેતીના પગલાંનું સખ્તાઇથી પાલન
અમદાવાદ, દેશમાં સૌથી મોટી અને ઝડપી વૃદ્ધિ સાધતી ગોલ્ડ અને ડાયમંડ રિટેઇલ ચેઇન્સ પૈકીની એક મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે વહીવટીતંત્ર દ્વારા ઇશ્યૂ કરાયેલી માર્ગદર્શિકાઓ મૂજબ અમદાવાદ (સીજી રોડ), રાજકોટ (ડો. યાજ્ઞિક રોડ) અને વડોદરા (રેસકોર્સ રોડ)માં પોતાના સ્ટોર્સ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ તમામ સ્ટોર્સ ગ્રાહકો અને કર્મચારીઓના આરોગ્ય અને સલામતીને સુનિશ્ચિત કરતાં ફરજિયાત પ્રોટોકોલ્સ અને સાવચેતીના વિસ્તૃત પગલાંઓની પાલન કરવા સાથે કામગીરી નિભાવી રહ્યાં છે.
તમામ સપાટીઓ, ખુરશીઓ, દરવાજા, સ્વિપિંગ મશીન્સ, પ્રોડક્ટ્સને ટ્રાયલ્સ બાદ નિયમિતપણે સેનિટાઇઝ કરાશે. કાઉન્ટર ઉપર ગ્રાહકો માટેની બેઠક વ્યવસ્થા ફ્લોર-માર્કર્સ સાથે બદલવામાં આવી છે, જેથી સામાજિક અંતરના નિયમોનું પાલન કરી શકાય. સ્ટોર્સમાં બિલિંગ કાઉન્ટર્સ ઉપર વિશેષ ફ્લોર-માર્કર્સનો પણ ઉપયોગ કરાયો છે, જેથી વ્યક્તિઓ વચ્ચે પૂરતું અંતર જાળવી શકાય. સ્ટોર્સમાં કર્મચારીઓ કામકાજનાકલાકો દરમિયાન ગ્લોવ્ઝ અને માસ્ક પહેરી રાખે છે અને નિયમિત હેન્ડ સેનિટાઇઝર્સનો ઉપયોગ કરી રહ્યાં છે. સેલ્સ સ્ટાફના શરીરના તાપમાનની પણ નિયમિત ચકાસણી કરાય છે. તમામ સ્ટોર્સમાં ગ્રાહકો માટે પ્રવેશદ્વારા ઉપર ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. ગ્રાહકના ટ્રાયલ બાદ ઘરેણાંને ડિસઇન્ફેક્ટ કરાય છે.
તમામ સ્ટોર્સની અંદર ગ્રાહકો માટે યોગ્ય સાઇનેજ સાથે માર્ગદર્શિકાઓ હાઇલાઇટ કરાઇ છે, જે ગ્રાહકોને પ્રવેશદ્વારા ઉપર હાથ સેનિટાઇઝ કરવા, માસ્ક પહેરવા, શરીરનું તાપમાન ચકાસવા અને સામાજિક અંતર જાળવવા વિનંતી કરે છે.
અમે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી લીધા બાદ સ્ટોર્સ ફરીથી શરૂ કર્યાં છે. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકો અને કર્મચારીઓના આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રોટોકોલને સખ્તાઇતી અનુસરી રહ્યાં છીએ. અમે અમારા તમામ સ્ટોર્સ ઉપર ગ્રાહકોને સુરક્ષિત અને સ્વચ્છ ખરીદીનો અનુભવ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છીએ, તેમ ચેરમેન એમપી અહેમદે જણાવ્યું હતું.