અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં કોરોનાનો કહેર
નારણપુરા વિસ્તારમાં કોરોના પોઝીટીવના ર૮ દર્દીઓ નોંધાયાઃ નારણપુરા વિસ્તારના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના કેટલાંક બ્લોક માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, સમગ્ર દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં મુંબઈ પછી અમદાવાદ શહેર બીજા નંબરે છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે. તેમ છતાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવતા અત્યારે પરિસ્થિતિ વિસ્ફોટક બની ગઈ છે. કેન્દ્ર સરકાર પણ અમદાવાદની સ્થિતિને લઈને ચિંતીત છે ત્યારે અમદાવાદ શહેરમ ખુલ્લેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે.
પરંતુ સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બનીને બેઠુ હોય એવુ વાતાવરણ જાવા મળી રહ્યુ છે. અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધવાની સાથે તેમાં નવા વિસ્તારો ઉમેરાઈ રહ્યા છે. ખાસ કરીને અનલોક -૧માં શહેરના પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. જેના પરિણામે નાગરીકોમાં ભારે ભય ફેલાયો છે. પરંતું સરકારી તંત્ર દ્વારા કોઈ જ લોકડાઉન અંગે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ર૪ કલાકમાં ૬૦ થી વધુ કેસો નોંધાયા છે અને હજુ પણ આગામી દિવસોમાં પરિÂસ્થતિ વધુ ગંભીર બને એવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે આ ઘાતક વાયરસની અસર અમદાવાદ માં વર્તાઈ છે. જ્યારે અનલોક-વન પશ્ચિમ વિસ્તારમાં ભારે પડયુ છે. પશ્ચિમ ઝોનના નારણપુરા વિસ્તારમાં કોરોના પોઝીટીવના ર૮, નવરંગપુરા માં રર અને સાબરમતીમાં ૧૭ કેસ નોંધાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે નારણપુરામાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના કેટલાક બ્લોકને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા બાદ પણ આ વોર્ડમાં સતત કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મળતી માહીતી અનુસાર પહેલી જૂનથી અમદાવાદ શહેરમાં અનલોક-વન હેઠળ વિવિધ વિસ્તારોમાં વ્યાપક મુÂક્ત આપવામાં આવી છે.
આ મુÂક્ત આપવામાં આવ્યા બાદ પશ્ચિમ ઝોનમાં આવેલા ગુલબાઈ ટેકરાને કન્ટેઈન્મેન્ટ એરિયામાંથી મુકત કરાયો છે. આ સાથે જ નારણપુરામાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ કે જ્યાંથી કોરોનાના કેસ મળ્યા હતા. એના પણ કેટલાક બ્લોકને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મુક્તિ આપવામાં આવી છે. આ મુÂક્ત આપવામાં આવ્યા બાદ નારણપુરા વોર્ડમાં કોરોના બોમ્બ ફાટ્યો હોય એમ ર૮ પોઝીટીવ કેસ ૮ અને ૯ જૂન એમ બે દિવસ દરમ્યાન નોધાયા છે. નવરંગપુરા વોર્ડમાં રર પોઝીટીવ કેસ નોંધાયા છે. આ તરફ સાબરમતી વોર્ડમાં એક જ દિવસમાં ૧૭ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનની જા વાત કરવામાં આવે તો ૮ અને ૯મી જૂન એમ બે દિવસમાં કુલ ૧૩૦ પોઝીટીવ કેસ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ૪ પોઝીટીવ કેસ અને દક્ષિણ -પશ્ચિમ ઝોનમાં પપ પોઝીટીવ કેસ એમ કુલ મળીને ર૪૧ પોઝીટીવ કેસ નધાતા પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. નવરંગપુરા જેવા અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા ઈશિતા ટાવરમાં રહેતા એક પરિવારના ચાર સભ્યો કોરોના પોઝીટીવ થયા છે.
મળતી માહિતી અનુસાર ઈશિતા ટાવરમાં રહેતા એક આયુષી થાવાણી (ઉ.વ.ર૮, સગીતા થાવાણી ઉ.વ.૪પ, દિલીપ મુરલીધર થડાની(ઉ.વ.પ૧) અને યુવરાજ સુનિલ થાવાણી ઉ.વ.૧૭ કોરોના પોઝીટીવ થયા છે. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા નારણપુરા વોર્ડમાં કોરોનાના કુલ ર૮ કેસ ૮ અને ૯ જૂન દરમ્યાન નોંધાયા છે. જે વિસ્તારોમાં કેસ નોંધાયા છે તે વિસ્તારોમાં જય સોમનાથ સોસાયટી, શ્રી હરિ એપાર્ટમેન્ટ, સમર્પણ ટાવર, રંગજ્યોત સોસાયટી, અને ગુજરાત હાઈસિંગ બોર્ડ સોલા રોડ નારણપુરામા આવેલા સૂર્યા એપાર્ટમેન્ટ, ગ્રીન પાર્ક એપાર્ટમેન્ટ, નિર્મલ એપાર્ટમેન્ટ, આસોપાલવ એપાર્ટમેન્ટ, આદર્શનગર, પુષ્પક એપાર્ટમેન્ટ, અંબિકા એપાર્ટમેન્ટ, સુરમ્ય એપાર્ટમેન્ટ અને સત્યમ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.
પશ્ચિમ ઝોનમાં પાશ વિસ્તાર ગણાતા એવા નવરંગપુરામાં જે કોરોનાના પોઝીટીવ કેસો નોધાયા છે તે વિસ્તારોમાં અર્બુદા એપાર્ટમેન્ટ, શ્રીકૃષ્ણ કોમ્પ્લેક્ષ, હાઈલેન્ડ પાર્ક સોસાયટી, ગુલબાઈ ટેકરા, ઈશિતા ટાવર, સરલા સોસાયટી, ન્યુ ગીરીધર પાર્ક અને કળશ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.