Western Times News

Gujarati News

SBIએ YONO દ્વારા ઓનલાઇન ‘ઇન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટ’ ફરી લોંચ કર્યું

 મુંબઈ, ભારતના નાગરિકોને સુવિધાજનક ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકના ઇન્ટિગ્રેટેડ બેંકિંગ અને લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ – YONO દ્વારા એકાઉન્ટ ઓનલાઇન ખોલવા ઇચ્છતાં ગ્રાહકો માટે આધાર-આધારિત ઇન્સ્ટન્ટ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ‘SBI ઇન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટ ફરી શરૂ કર્યું છે. આ નવી સર્વિસ PAN અને આધાર નંબર સાથે સંપૂર્ણપણે પેપરલેસ અને ઇન્સ્ટન્ટ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ઓફર થશે. SBI ઇન્સ્ટા સેવિંગ બેંક ખાતાધારકો 24×7 બેંકિંગ સુલભતા ધરાવી શકે છે. SBI ઇન્સ્ટા સેવિંગ બેંક ખાતાના નવા ખાતાધારકોને મૂળભૂત પર્સનાલાઇઝ રુપે ATM-કમ-ડેબિટ કાર્ડ પણ ઇશ્યૂ કરશે.

SBI ઇન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવવા ગ્રાહકોને ફક્ત YONO એપ ડાઉનલોડ કરવાની, તેમનો PAN અને આધારની વિગતો એન્ટર કરવી પડશે, OTP સબમિટ કરવો પડશે અને અન્ય પ્રસ્તુત વિગતો ભરવી પડશે. SMS એલર્ટ્સ અને SBI ક્વિક મિસ્ડ કોલ સર્વિસ ઉપરાંત SBI ઇન્સ્ટા સેવિંગ બેંક ખાતાધારકો માટે નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે. એક વાર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ખાતાધારકનું એકાઉન્ટ તાત્કાલિક એક્ટિવેટ થશે અને તાત્કાલિક ધોરણે નાણાકીય વ્યવહાર શરૂ કરી શકે છે. ગ્રાહકોને એક વર્ષના સમયગાળાની અંદર નજીકની SBI શાખાની મુલાકાત લઈને સંપૂર્ણ KYC અપગ્રેડ કરવાની સુવિધા મળશે.

SBIના ચેરમેન શ્રી રજનીશ કુમારે કહ્યું હતું કે, અમને SBI ઇન્સ્ટા સેવિંગ બેંક ખાતું ફરી લોંચ કરવાની ખુશી છે. આ એકાઉન્ટ તમામ ફીચર ધરાવશે, જે અમારા સંભવિત ગ્રાહકોને સુવિધાજનક, સરળતાપૂર્વક અને પેપરલેસ બેંકિંગ અનુભવ પ્રદાન કરશે, જે માટે ગ્રાહકને બેંકની શાખાની મુલાકાત લેવાની જરૂર નહીં પડે. આ ડિજિટલ યુગમાં અમારો સતત ઉદ્દેશ ગ્રાહકોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ બેંકિંગનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો છે, જે તેમને કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ બેંકિંગની સેવા પ્રદાન કરશે. આ પ્રોડક્ટ કોવિડ-19 સ્થિતિમાં ગ્રાહકોને લાભદાયક પુરવાર થશે, જેઓ શાખાની મુલાકાત લીધા વિના તેમના ઘરેથી સુવિધાજનક રીતે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકે છે.

 ડિજિટલ પરિવર્તનની આ સફર અને નવા નિયમોમાં YONO SBI એના ગ્રાહકોને એક બટન ક્લિક કરીને એમના ઘરઆંગણો વિવિધ બેંકિંગ અને લાઇફસ્ટાઇલ સર્વિસીસ સતત પૂરી પાડવાનો છે. છેલ્લાં બે વર્ષથી YONO SBIને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યારે પ્લેટફોર્મ બ્રિટન અને મોરેશિયમમાં YONO ગ્લોબલ સાથે આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ્યું છે. YONOએ બે વર્ષના ટૂંકા ગાળામાં 51 મિલિયન ડાઉનલોડિંગનું સીમાચિહ્ન અને 23 મિલિયન રજિસ્ટર્ડ યુઝર્સનું સીમાચિહ્ન સર કર્યું છે. એણે 20થી વધારે કેટેગરીઓમાં 100થી વધારે ઇ-કોમર્સ કંપનીઓ સાથે પાર્ટનરશિપ પણ કરી છે. YONO દ્વારા SBIએ વિવિધ પહેલો પણ હાથ ધરી છે, જેમાં YONO કેશ, PAPL, YONO કૃષિ વગેરે સામેલ છે, જે ગ્રાહકોની તમામ કેટેગરીઓને સેવા પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.