Western Times News

Gujarati News

સાત સિંહોનો ફાર્મહાઉસના પતરા ફાડી બળદનો શિકાર

પ્રતિકાત્મક

ધારીગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં ૭ સિંહ ત્રાટક્યા
અમરેલી,  ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. આવામાં એક અજીબ ઘટના સામે આવી છે. ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ત્યારે આ વિચિત્ર ઘટનાથી વનવિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું.

સિંહોએ આયોજનબદ્ધ રીતે શિકાર કર્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. એકસાથે સાત સિંહોએ કેવી રીતે શિકાર કર્યો તે જાણીને વનવિભાગના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા હતા. તો બીજી તરફ સ્થાનિક લોકો પણ ડરમાં આવી ગયા છે. બન્યું એમ હતું કે, ગઈકાલે મોણવેલ ગામની સીમમાં એકસાથે ૭ સિંહ આવી ચઢ્યા હતા. ખેડૂત કનુભાઈ કોટડીયાના ફાર્મ હાઉસમાં બનેલી આ ઘટના છે. જે સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.

જેમાંથી ૨ સિંહોએ ઓરડીના લોખંડનાં દરવાજાની બહારથી અંદર નિરીક્ષણ કર્યું. જ્યારે અન્ય સિંહ શિકાર હાથમાંથી છટકી ન જાય તે માટે બહાર ગોઠવાયા હતાં. જા કે અંદર પ્રવેશ કરી ન શક્યા. જેથી ચોરની જેમ સિંહો ૫૦ ફુટનાં સિમેન્ટનાં પતરાનાં મકાનની ઉપર ચઢ્યા હતા. અંદર જવા માટે બાધારૂપ બનેલા પતરાઓને તેઓએ તોડી પાડયા હતા. આમ, ફરજામાં ઘૂસવામાં સફળ થયેલા સિંહોએ બળદનું મારણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.