Western Times News

Gujarati News

IPL રદ્દ થાય તો બોર્ડને ચાર હજાર કરોડનું નુકસાન થવાની સંભાવના

File

IPL પ્રેક્ષકો વિના અથવા વિદેશમાં પણ થઈ શકે છે-ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઆ આઈપીએલમાં રમવા ઇચ્છુક
નવી દિલ્હી,  બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને અંગે કોઈ નિર્ણય લેવાશે તેવા સંકેત ગુરૂવારે આપ્યા. તેમણે કહ્યું કે આઈપીએલ ના પ્લાનિંગ અંગે શક્ય એટલા બધા વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે અને બની શકે કે આ ટુર્નામેન્ટ ઓડિયન્સ વિના પણ યોજવામાં આવી શકે છે.

આમ તો આ વર્ષે ૨૯ માર્ચે શરૂ થનાર આઈપીએલ કોરોનાવાયરસના કારણે અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરાઈ છે. વળી આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-૨૦ વર્લ્ડ કપ સ્થગિત થાય તેવી વકી છે. જે સમયે ટી-૨૦ થવાની હતે તે જ સમયે કદાચ આઈપીએલ યોજાઈ શકે છે, એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં આઈપીએલ થઈ શકે છે. પરંતુ હજી કશું પણ અંતિમ નિર્ણય તરીકે જાહેર નથી કરાયું.

સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, આઈપીએલ રદ્દ થાય તો બોર્ડને ૪ હજાર કરોડનું નુકસાન થશે. ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓ આઈપીએલમાં રમવા ઇચ્છુક છે તો ચાહકો, ફ્રેન્ચાઇઝ, ખેલાડીઓ, બ્રોડકાસ્ટર્સ, સ્પોન્સર્સ અને તમામ ભાગીદારો આ વર્ષે IPL થવાની અપેક્ષા રાખે છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આઈપીએલના ભવિષ્ય અંગે નિર્ણય લેશે. ગાંગુલીએ તમામ સંબંધિત સંસ્થાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, બીસીસીઆઈ તમામ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન માટે કોવિડ -૧૯ સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર (એસઓપી) એટલે ગાઈડલાઇન્સ તૈયાર કરી રહ્યું છે.

આ ગાઈડલાઇન્સ અનુસાર એસોસિએશન્સ ક્રિકેટ શરૂ કરી શકશે. બીસીસીઆઈનો પ્રયાસ આગામી બે મહિનામાં ઘરેલુ ક્રિકેટ અને ટ્રેનિંગ શરૂ કરવાનો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ બુધવારે ટી-૨૦ વર્લ્ડકપના ભવિષ્ય વિશે વર્ચુઅલ મીટિંગ યોજી વર્લ્ડ કપ અંગેનો નિર્ણય એક મહિના માટે મોકૂફ રાખ્યો છે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, બહુમતી ભારતમાં આ લીગ કરાવવાની છે, પણ અમુકનાં મતે સંજાગોને ધ્યાનમાં રાખીને જા જરૂર પડે તો આ લીગને ભારતની બહાર કરાવવી જાઈએ. આ પહેલાં ૨૦૦૯માં આઈપીએલ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી અને ત્યાર પછી ૨૦૧૪માં યુએઇમાં આઈપીએલ ખેલાઈ હતી. એક એ સંભાવના પણ છે કે બીસીસીઆઈ હવે ૨૦૦૯ની જેમ ફોર્મેટને વધુ સંક્ષેપ કરીને ૩૭ દિવસની ટૂર્નામેન્ટ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.