બિલ્ડરની માતાનું Facebook એકાઉન્ટ હેક કરનાર ઝડપાયો
અમદાવાદ: અમદાવાદમાં સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના એક બિલ્ડરની માતાનું ફેસબુક અકાઉન્ટ હેક કરી લોકો પાસે બિભત્સ માંગણી કરતા એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
બિલ્ડરના માતાનું એફબી એકાઉન્ટ હેક કરી તેમની પરિચિત મહિલાઓ સાથે મેસેન્જરના માધ્યમથી બિભસ્ત ભાષામાં વાતચીત તેમજ બિભસ્ત માંગણી કરનારા હીરાઘસુ આરોપીને સાયબર સેલની ટીમે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૂળ અમરેલીનો વતની એવો આરોપી હાલ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે.
નવરંગપુરાના બિલ્ડરની માતાએ પાસવર્ડ ભૂલી જતાં નવું એકાઉન્ટ ખોલી તેનો ઉપયોગ શરૂ કર્યો હતો પરંતું જૂના એફબી એકાઉન્ટને ડિએક્ટિવેટ નહોતું કર્યું તેનો લાભ લઇ કોઈ અજાણી વ્યક્તિ આ એકાઉન્ટનો ઉપયોગ કરી બિભત્સ માંગણી કરતો હોવાનું જાણવા મળ્યું કોઈ નબીરો બિલ્ડરની માતાનું જૂનું એફીબી એકાઉન્ટ હેક કરી તેનો ઉપયોગ કરતો હતો.
આરોપી મેસેન્જરથી બિલ્ડરની માતાની પરિચિત મહિલાઓ અને સગા સબંધીઓ સાથે અભદ્ર ભાષામાં વાતચીત શરૂ કરી બિભસ્ત માંગણીઓ કરી હતી.આ મુદ્દે બિલ્ડરે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સુરતના ડભોલી ખાતે બાલાજી નગર સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષીય પ્રણવ ઉર્ફ પરૂણ જીવણભાઈ સરવૈયા હોવાનું ખુલ્યું હતું જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.