દાણીલીમડા ગોળીબાર પ્રકરણમાં ફરિયાદી જ આરોપી
અમદાવાદ: બે દિવસ અગાઉ દાણીલીમડા વિસ્તારમાં થયેલા ગોળીબારમાં નવો વળાંક અાવ્યો છે સ્થાનિક પોલીસની તપાસ બાદ ગોળીબારની ખુદ ફરિયાદી દ્વારા કરવામાં આવેલ હોવાનું જાણવા મળતા પોલીસ પણ ચોકી ઉઠી છે અને ગોળીબારમાં ઈજાપામનાર તથા તેના સાગરીતને ઘરની તપાસ કરેલા રેવોલ્વર તથા બંદૂક અને કેટલાક જીવતા કારતૂસો પણ જપ્ત કરવામાં અાવ્યા છે
આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પી..આઈ વસાવા અે જણાવ્યુ હતુ કે ગોળીબારની ઘટના બાદ પ્રાથમિક ફરિયાદ લઈને તપાસ કરવામાં અાવતા તથા કેટલાક શખ્શોને પુછપરછમાં માહીતી મેળવી હતી કે શાહેબે આઝામને કેટલાક દિવસો અગાઉ લાભાનો માથાકૂટ થઈ હતી જેના થી ડરીને તે પોતાની પાસે પીસ્તોલ રાખતો હતો અને બીજી તરફ તેની પત્ની સાથે પણ તેને અણબનાવ ચાલતો હતો ઘટનાના દિવસે પતિ પત્નિ વચ્ચે વધુ વાત વણસી જતા શાહેબે આઝામે જાતે પોતાને ગોળીમારી હતી બાદમાં તેને અને તેના વર સલીમે સાથે મળીને અાખી ખોટી વાર્તા ઉપજાવી હતી આ માહીતી સામે આવ્યા બાદ શાહેબે આઝામ તથા તેના સાગરીતના ઘરની તપાસ કરીને હથીયારો જપ્ત કરવામાં આવ્યા છે.