Western Times News

Gujarati News

વોડાફોન આઇડિયા પર એપલ વોચ સેલ્યુલરનું આગમન

વોડાફોનના ગ્રાહકો હવે તેમની એપલ વોચ (જીપીએસ + સેલ્યુલર) અને આઇફોન માટે વન મોબાઇલ નંબર સર્વિસનો ઉપયોગ કરી શકે છે

વોડાફોન આઇડિયા 12 જૂન, 2020થી એપલ વોચ (જીપીએસ + સેલ્યુલર) માટે સેલ્યુલર સર્વિસ ઓફર કરવાનું શરૂ કરશે, જેથી ગ્રાહકોને તેમનો ફોન ઘરે મૂકીને જવાની અને તેમની એપલ વોચ સાથે જોડાયેલા રહેવાની સુવિધા મળશે.

આ સર્વિસ 12 જૂન, 2020થી પસંદગીના સર્કલ્સ (મુંબઈ, દિલ્હી, ગુજરાત)માં એન્ટરપ્રાઇઝ પોસ્ટપેઇડ સહિત વોડાફોન પોસ્ટપેઇડ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ સેવાઓ આગામી અઠવાડિયાઓમાં વધુ સર્કલોમાં ઉપલબ્ધ થશે. વધારે વિગત મેળવવા માટે આ લિન્ક જુઓઃ www.vodafone.in/watch

યુઝર્સ રનિંગ કરતા હોય, સ્વિમિંગ પૂલમાં હોય કે તેમના દિવસમાં વધારે એક્ટિવ રહેવાનો પ્રયાસ કરતા હોય, વોડાફોન આઇડિયા સાથે એપલ વોચ (જીપીએસ + સેલ્યુલર)તેમને જોડાયેલા રાખશે, કોલ કરવાની અને એપલ મ્યુઝિક સ્ટ્રીમ કરવાની સુવિધા આપશે, એ પણ નજીક આઇફોન ન હોય તો પણ.

આ અંગે વોડાફોન આઇડિયા લિમિટેડનાં માર્કેટિંગના ડાયરેક્ટર અવનીશ ખોસલાએ કહ્યું હતું કે, “અત્યારે ગ્રાહકો તેમના જીવનમાં વધુને વધુ ઉત્પાદનો સાથે જોડાયેલા રહે છે. એપલ વોચ માટે સેલ્યુલર સપોર્ટ લોંચ કરવાની સાથે અમે અમારા ગ્રાહકોને તેમનો હાલનો મોબાઇલ નંબર ઉપયોગ કરીને આઇફોન સાથે તેમની એપલ વોચ જોડવા સક્ષમ બનાવ્યાં છે અને તેમને જોડાયેલા રહેવા માટે એપલ વોચ સ્વતંત્ર રીતે ઉપયોગ કરવા સક્ષમ બનાવ્યાં છે.”

આ સર્વિસનો લાભ નીચેની રીતે લેવોઃ

  1. લેટેસ્ટ આઇઓએસ સાથે આઇફોન અપડેટ કરવો
  2. તમારા આઇફોન પર વોચ એપ ખોલો
  3. એપલ વોચ અને આઇફોનને પેરિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરો
  4. તમારા એપલ આઇડી અને પાસવર્ડ સાથે સાઇન ઇન જાળવો
  5. તમારો પોસ્ટપેઇડ નંબર શેર કરવા “સેટઅપ મોબાઇલ ડેટા” ટેપ કરો અને એપલ વોચ સાથે પ્લાન કરો
  6. તમારો વોડાફોન પોસ્ટપેઇડ નંબર અને સેલ્ફ-કેર પાસવર્ડ એન્ટર કરો.   (નોંધ – જો રજિસ્ટર્ડ ન હોય તો તમારો ફોન રજિસ્ટર કરવા ટેપ કરો)
  1. એક વાર સફળતાપૂર્વક લોગિન કર્યા પછી કન્ફર્મ કરો
  2. સેકન્ડ કન્ફર્મેશન પર સર્વિસ 30 મિનિટમાં એક્ટિવેટ થશે

એન્ટરપ્રાઇઝ પોસ્ટપેઇડ ગ્રાહકોને સર્વિસ સેટ અપ કરવા તેમના અધિકૃત સિગ્નેચરીની અગાઉથી પુષ્ટિ કરવાની જરૂર છે. પ્રાઇસિંગ અને ડેટા પ્લાન્સ પર વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો www.vodafoneidea.com. એપલ વોચ પર વધારે જાણકારી મેળવવા મુલાકાત લોઃ www.apple.com/in/apple-watch-series-5/ સેલ્યુલર મોડલ્સ જ અને તમામ એરિયામાં ઉપલબ્ધ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.