સુરેન્દ્રનગરમાં સામાન્ય બોલાચાલીમાં આધેડનું ઢીમ ઢાળી દેતા ચકચાર
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે દિવસે કથળી રહી હોઇ તેમ જીલ્લામાં ચુડા તાલુકાના કંથારીયા ગામે આધેડનું મર્ડર કરી પાંચ શખ્સો ફરાર થી ગયા છે. કંથારીયા ગામે નાગરભાઈ અને તેમના પરિવાર પર જુના મનદુખમાં પાંચ શખ્સોએ હુમલો કરી નાગરભાઈ નામના આધેડનું ઢીમ ઢાળી અને બન્ને પુત્રો પર હુમલો કરી લોહીલુહાણ હાલતમાં ફરાર થતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાં રોજ કોઇને કોઇ ગુન્હો બનતો હોઇ છે. અને ગુન્હેગારોને જાણે પોલીસનો ડર જ ન હોઇ તેમ. ચુડા તાલુકાના કંથારીયા ગામે સામાન્ય બોલાચાલીનું મનદુખ રાખી ગામ ના જ પાંચ શખ્સો એ મુકેશભાઈ અને તેમના પરિવાર પર ત્રિક્ષણ હથીયારો અને પાઇપ લાકડીઓ ધોકાથી હુમલો કર્યો હતો. અને મુકેશભાઈ નુ ઢીમ ઘટના સ્થળે ઢાળી દીધું હતું. તેમજ તેમના બન્ને પુત્રો ને ઢોરમાર મારી ફરાર થી ગયા હતા.
ચુડા તાલુકાના કંથારીયા ગામે ત્રણ દિવસ પહેલા મરણ જનાર નાગરભાઈ ગામના નાળા પાસે બેઠા હતા ત્યારે મુકેશભાઈ સાથે ગામના જ બે શખ્સો વિશાલ રાવળદેવ અને અશ્વિન રાવળદેવએ ઝગડો કર્યો હતો. અને ત્યારબાદ વહેલી સવારે આશરે ત્રણેક વાગ્યાના સુમારે આરોપીઓ (૧) અશ્વિન કિરણભાઈ રાવળદેવ (૨) વિશાલ કિરણભાઈ રાવળદેવ (૩) ભરત ઉર્ફે ભરભુડો ધમાભાઇ દેવીપુજક (૪) લાલો કિરણભાઈ રાવળદેવ (૫) પ્રકાશ ઉર્ફે પંકજ ધમાભાઇ દેવીપુજક ગેરકાયદેસર મંડળી રચી પાઇપ, ધારીયા, ધોકા, જેવા ત્રિક્ષણ હથિયારો સાથે મરણ જનાર નાગરભાઈ ના માતાજી ના મઢ પાસે હુમલો કર્યો હતો અને મુકેશભાઈ પર હથિયારોથી ઉપરા છાપરી ઘા મારતા નાગરભાઈ ત્યા જ ઢીમ ઢાળી દીધુ હતુ.
કમલેશભાઈ પર અને મુકેશભાઇ પર હુમલો કરી હાથ પગ ભાગી આરોપીઓ નાશી છૂટયા હતા. નાના એવા ગામમાં રાતના સંમયે દેકારો બોલી જતા ગામ લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. અને ગ્રામજનોએ પોલીસ અને ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ દ્વારા ઇજા ગ્રસ્તનો પ્રથમ ચુડા અને ત્યાર બાદ લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ હોસ્પિટલમાં નાગરભાઈ ને મૃત જાહેર કર્યા હતા.
બન્ને ઇજા ગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડીકલ કોલેજમાં રીર્ફર કરવામાં આવ્યા હતા. અને કંથારીયા ગામે ચુડા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પોહોચી તપાસ હાથ ધરી હતી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય હતો તેમજ હત્યા કરી નાશી છૂટેલા પાંચ હત્યારા ઓને ઝડપવા માટે જુદી જુદી ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પરંતુ હવે હત્યારાઓ કયારે ઝડપાય છે ને કાનૂન આ હત્યા કરનાર આરોપીઓને શુ સજા અપાવે છે તે જોવુ રહયુ.