અમદાવાદના ડોકટર કોવિડ-19 પોઝિટિવનું સ્પષ્ટ નિદાન કરવા ડોકટરો માટે નિશુલ્ક સેવા પૂરી પાડી રહ્યા છે
ગયા સપ્તાહમાં 125 માથી 73 ડોકટર કોવિડ-19 પોઝિટિવ નિદાન થયા
અમદાવાદ, અમદાવાદ અને દેશના અન્ય શહેરોમાં કોવિડ-19ના કેસની સંખ્યા ઝડપભેર વધી રહયા છે. કોરોના વાયરસ સામેની લડતમાં ડોકટરો જ્યારે મુખ્ય ફરજ બજાવી રહ્યા છે ત્યારે શહેરના એક ડોકટરે એડવાન્સ્ડ સીટી સ્કેનર્સનો ઉપોયગ કરી ડોકટરો માટે નિશુલ્ક નિદાનની સર્વિસ પૂરી પાડી રહ્યા છે. ડો. અમિત ગુપ્તા ડોકટરોને વિના મૂલ્યે હાઈ-રિસોલ્યુશન કોમ્પ્યુટેડ ટ્રોમોગ્રાફી થોરેક્સ (HRCT Thorax) સ્ક્રીનીંગની સગવડ પૂરી પાડી રહ્યા છે.
ડો. ગુપ્તા જણાવે છે કે “તાજેતરમાં કોવિડ-19 પોઝિટિવ જાહેર થયેલા ડોકટરોની યાદી જોવા મળી તો તેમાં અડધા ડોકટર તો મારા જાણીતા હતા. કોરોના વાયરસ સામેની લડતમાં ડોકટરો જ્યારે મુખ્ય ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમના માટે આદરનો ભાવ વ્યક્ત કરવા માટે મેં તેમને ઉસ્માનપુરા ઈમેજીંગ સેન્ટરના ખાતે ફ્રી સ્ક્રીનીંગ સર્વિસ ઓફર કરવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગયા સપ્તાહમાં 125થી વધુ ડોકટરોએ કોવિડ-19 માટે સીટી સ્કેનીંગનો લાભ લીધો હતો. સીટી સ્કેન મારફતે કરવામાં આવેલુ કોવિડ-19 નિદાન ખૂબ જ ચોકસાઈપૂર્ણ હતુ.”
ડો. અમિત ગુપ્તા જણાવે છે કે “ કેટલાક ડોકટરોએ ખાસ કરીને કોવિડ-19 માટે સીટી સ્કેન કરાવ્યુ છે, જ્યારે અન્ય ડોકટરોએ બીજા કારણોથી કરાવ્યુ છે. સીટી સ્કેનમાં ખોટા પોઝિટિવ અથવા તો ખોટા નેગેટિવની શક્યતા નહિવત છે અને અમે લોકો કોવિડ-19 પોઝિટિવ છે, અમે તેમનુ સ્પષ્ટ નિદાન કરવા માટે સક્ષમ હતા. તમામ ડોકટરોમાંથી 73 ડોકટર કોરોના પોઝિટિવ જણાયા હતા. કેટલાક ડોકટરોએ નિદાનની ખાતરી કરવા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા હતા, જયારે અમુક ડોક્ટરો થોડા દિવસ પછી કોરોના પોઝિટિવ જણાયા હતા. પરંતુ સીટી સ્કેન મારફતે કરવામાં આવેલુ નિદાન ખૂબ જ ચોકસાઈપૂર્ણ હતુ.”
શ્રી અમિત ગુપ્તાએ વધુમાં જણાવ્યુ હતું કે સીટી સ્કેનમાં ઉચ્ચ સ્તરની ચોકસાઈ તો છે જ પણ તે કોરોના વાયરસનું વહેલું નિદાન કરે છે. આથી જ જે દર્દીઓના ટેસ્ટ કોવિડ-19 પોઝિટીવ જણાયા હતા તે એક સપ્તાહ પછી પણ પોઝિટિવ જણાયા હોવાનુ જોવા મળ્યુ હતુ. આરટી-પીસીઆર ટેસ્ટસની 67 ટકા સંવેદનશીલતાની તુલનામાં એચઆરસીટી થ્રોક્સ સ્ક્રીનીંગ અથવા તો સીટી સ્કેન 97 ટકા સંવેદનશીલતા ધરાવે છે, શ્રી અમિત ગુપ્તાએ વધુમાં જણાવ્યુ હતુ.