જમાલપુર ફૂલ બજારમાં કરમાઈ કમાણીઃ ખરીદીમાં જોરદાર મંદી
ધાર્મિક સ્થળોમાં ફૂલો ચડાવવાની મનાઈ હોવાથી ગ્રાહકો ફૂલોની ખરીદી કરતા જ નથીઃ વેપારીઓ ભારે ચિંતિત
૩૦૦ કિલો વેચાતા ગુલાબ ૩૦-૮૦ કિલો વેચાય છે
અમદાવાદ, સમગ્ર દેશમાં અઢી મહિનાના લાકડાઉન બાદ આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. જેમાં વિવિધ વસ્તુઓના માર્કેટ પણ ખુલ્યાં છે.જે અંતર્ગત જમાલપુર ખાતે આવેલ ફૂલ બજાર પણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, ફૂલબજારમાં વેચાણનો પમરાટ જોવા મળી રહ્યો નથી. મંદીના કારણે વેપારીઓના મન મૂરઝાયેલાં છે. ઘંધારોજગાર શરૂ કરવા માટે કોરોના વાઇરસને લઈને કેવી કાળજી રાખવી તે માટેની ગાઈડલાઈન્સ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, તે કાળજી લઇને બજારો શરૂ થઈ ગયા છે.
જમાલપુર ફૂલ બજાર પણ સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરીને શરૂ કરાયું છે. અહીં પણ ગ્રાહકો અને વેપારીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે.જો કે, ફૂલબજાર ખુલ્યું હોવા છતાં અત્યારે બજારમાં મંદી જોવા મળી રહી છે. કારણ કે પહેલાંની સરખામણીમાં ફક્ત ૧૦ ટકા ગ્રાહકો જ આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર, રાજસ્થાનની બોર્ડર બંધ હોવાથી ફૂલોની આવક પણ ઓછી છે. અત્યારે લોકલ માર્કેટમાંથી ફૂલો આવી રહ્યાં છે.
ધાર્મિક સંસ્થાનોમાં ફૂલો ચડાવવાની મનાઈ હોવાથી ગ્રાહકો ફૂલોની ખરીદી કરતાં નથી.જમાલપુર ફૂલ બજારમાં કરમાઈ કમાણી, શહેર અનલાક છતાં ખરીદીમાં મંદીઅમદાવાદ ફૂલ બજારમાં કરમાઈ કમાણી, શહેર અનલાક છતાં ખરીદીમાં મંદીએક સમયે તહેવારોમાં જે ગુલાબ ક્વોલિટી પ્રમાણે ૨૦૦થી ૩૦૦ રૂપિયે કિલો વેચાતાં હતાં. તે અત્યારે ૨૦થી ૮૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. વરસાદના કારણે અને હવામાનમાં સતત ફેરફારના કારણે કેટલીક જગ્યાએ ફુલોની ખેતીએ નુકસાન થયું છે.
જેથી ગલગોટાની અછત સર્જાઈ છે. જે ૪૦ રૂપિયાની કિલોની આસપાસ વેચાઇ રહ્યાં છે, એટલે કે ગુલાબ અને ગલગોટા બંને સરખા ભાવે વેચાઇ રહ્યાં છે. ડમરો ૨૦ રૂપિયે કિલોની આસપાસ વેચાઈ રહ્યો છે.ફૂલબજારના વેપારીઓ આશા સેવી રહ્યાં છે કે આગામી સમયમાં જ્યારે ધાર્મિક તહેવારો શરૂ થાય છે. ત્યારે આ તહેવારમાં પૂજાનું અને તેમાં ફૂલોનું અનેરું મહત્વ છે. ત્યારે વેચવાલી ખુલશે અને માર્કેટ ફરીથી ખરા અર્થમાં ધમધમી ઉઠશે.