Western Times News

Gujarati News

રથયાત્રાના દિવસે જમાલપુર ચોકીથી ખમાસાનો રસ્તો બંધ

file

શાહપુર બહાર હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુમાં છે
અમદાવાદ, આગામી ૨૩ તારીખે અષાઢી બીજ હોવાથી તે દિવસે ૧૪૩મી રથયાત્રા નીકળવાની હોવાના પગલે જે રસ્તેથી રથયાત્રા નીકળવાની છે તે તમામ રસ્તાને બંધ કરવામાં આવશે, તેના પગલે બંધ કરેલા રસ્તાને ડાયવટ કરવામાં આવ્યા છે. જેમાં જમાલપુરચોકી થી ખમાસા ચોકી તરફનો રસ્તો બંધ રહેશે જેનો વૈકલ્પિક માર્ગ મ્યુનિ હેલ્થ સ્લમ ક્વાટર્સ થઈ ગાયકવાહ હવેલી માર્ગ, રાયખંડ ચાર રસ્તાથી ખમાસા ચોકી તરફનો રસ્તો બંધ રહેશે

જેનો વૈકલ્પિક માર્ગ જયશંકર સુંદરી હોલ અને ઈટાલીયન બેકરી તરફ ડાયવર્ટ કરાશે, રથયાત્રા ખમાસા આવે ત્યારે ગોળલીમડા, ઢાળની પોળ , દાણીપીઠ ચાર રસ્તા ને ડાયવર્ટ કરીને રાજનાથ શાકમાર્કેટ તરફ ડાયવર્ટ કરાશે, રથયાત્રા ખાડીયા તરફ આવશે ત્યારે ટ્રાફિક રૂટને સારંગપુર તરફ ડાઈવર્ટ કરવામાં આવશે, કાલુપુર સર્કલ તરફ રથયાત્રા આવતા બ્રીજના નીચે થઈ ઈદગાહ તરફ ડાઈવર્ટ કરવામાં આવશે, દિલ્લી ચકલા તરફ રથયાત્રા આવતા તે રસ્તો બંધ કરીને રીલીફ સીનેમાં અથવા મિરઝાપુર ડાઈવર્ટ કરવામાં આવશે.

રથયાત્રાનો આગળનો ભાગ શાહપુર એરિયામાં ફરીને પરત દિલ્હી ચકલા આવે ત્યારે રસ્તાથી ઘીકાંટા ચાર રસ્તા જતો ટ્રાફિક અને રીલીફ ચાર રસ્તાથી ઘાકાંટા ચાર રસ્તા તરફ જતો ટ્રાફિક બંધ કરવામા આવશે. રથયાત્રાના રૂટ ઉપરના શાહપુર હલિમની ખડકીથી શાહપુર દરવાજા બહાર સુધી હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત શાહપુર મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી ચાલુમાં છે. જેથી આ દિવસે રથયાત્રા નિહાળવા આવતા દર્શનાર્થીઓ આ જગ્યાને બદલે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા સુધીના વિસ્તારમાં રથયાત્રાના દર્શન કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.