મોડાસામાં સાબરમતી સીએનજી સ્ટેશનનું કલેક્ટર હસ્તે લોકાર્પણ
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લામાં સાબરમતી ગેસ દ્વારા ઘરે ઘરે ગેસ આપવા માટે જોર-શોરથી કામ ચાલુ છે ત્યારે જિલ્લામાં સાબરમતી સીએનજી સ્ટેશનન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત પાંચ કરોડના ખર્ચે નિર્માણ થનારા સીએનજી સ્ટેશનથી આસપાસના પચાસ કિલો મીટરના વિસ્તારના લોકોને સીએનજી ગેસ સ્ટેશનનો લાભ મળશે.
જિલ્લાની જનતાને ઘરે પાઈપલાઈનથી ગેસ મળી રહે તે માટે ૭૫ કરોડની કિંમતની એક સ્ટોલ પાઈપલાઈન સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા બિછાવવાની કામગીરી કાર્યરત છે, આ પાઈપલાઈનથી જિલ્લામાં ઘર વપરાશ તેમજ ઔધોગિક અને વાણિજ્યિક સંસ્થાઓ તથા વાહન ચાલકોને કુદરતી ગેસની જરૂરિયાત પૂરી કરાશે. વર્ષ ૨૦૨૦ સુધીમાં અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓને સીએનજીના નેટવર્ક હેઠળ આવરી લેવાની યોજના છે. સાબરમતી ગેસ કંપની દ્વારા પ્રથમ તબક્કામાં મોડાસા તાલુકામાં પી.એન.જી,નો ઉપયોગ કરનારા અંદાજિત વીસ હજાર જેટલા ગ્રાહકોને આવરી લેવાશે.મોડાસા ખાતે આજે સીએનજી. પંપનું ખાતમુહર્ત કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન, ડીડીઓ ડા. હર્ષિત ગોસાવી, મોડાસા નગર પાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ, તેમજ સાબરમતી ગેસ કંપનીના એમ.ડી રમણિકકુમાર સહિત કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.*