Western Times News

Gujarati News

આખરે મહાદેવગ્રામ બાકરોલના ડીપનું સમારકામ હાથ ધરાયું, લોકોએ હાશકારો અનુભવ્યો 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતેથી પસાર થતી મેશ્વો નદી પરના તૂટી ગયેલા ડિપનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષથી મહાદેવ ગ્રામ બાકરોલથી ગોખરવા જવાના માર્ગ પર મેશ્વો નદી પરનો ડીપ ખસ્તા હાલતમાં હતો, પરંતુ સમારકામ હાથ ધરવામાં નહોતું આવતું. આ અંગે વિવિધ સમાચાર પત્રકોમાં માં લોકોના પ્રશ્નોને વાચા આપતાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા તાબડતોબ ડીપ નું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. પણ અહીં સવાલ એ થાય છે કે, ડીપની નીચેથી કાંકરો કોણે કાઢ્યો, જેથી ડીપનું ગાબડું પડી ગયું.

આ માટે ખાણ ખનીજ વિભાગની પૂરતું ધ્યાન ન આપતું હોય તેવું લાગી રહ્યું છે. ખનીજ માફિયાઓને કારણે જિલ્લાની ગ્રાન્ટ વિકાસને બદલે આવા કામોમાં વેડફાઈ જાય છે, માટે આ અંગે યોગ્ય તપાસ કરવી જોઇએ અને ખાણ ખનીજ વિભાગ હવે ઘોર ઊંઘમાંથી જાગે તે પણ હિતાવહ છે. હાલ તો તંત્રએ પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરતા આસપાસના લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

અરવલ્લી જિલ્લામાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ત્યારે જ થાય છે કે, જ્યારે અધિકારીઓ આવી જગ્યાઓની મુલાકાતે પહોંચતા નથી. જિલ્લામાં આવી નાની મોટી સમસ્યાઓ  તો ઘણી જ છે, પણ અધિકારીઓને જાણે કોઇ જ રસ ન હોય તેમ નાની નાની બાબતો પર ધ્યાન આપવાનું ટાળી રહ્યા હોય તેવું લાગે છે, નાની સમસ્યાઓ ઘણીવાર મોટી બની જતી હોય છે, પછી કેટલીકવાર પાણી વહી જાય  ત્યારે પાળ બાંધવાનો વારો આવતો હોય છે, તેવું ન થાય તે માટે ગ્રામિણ કક્ષાએ કામ કરતા કર્મચારીઓ પાસે આવી સમસ્યાઓ જાણવા માટે તંત્રએ કામ કરવું જોઇએ, જેથી નાનામાં નાની સમસ્યા તંત્ર સુધી પહોંચે અને સત્વરે ગ્રામજનોને આવી સમસ્યામાંથી છુટકારો મળી શકે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.